GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારત સરકારની જનની સુરક્ષા યોજના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. જનની સુરક્ષા યોજના એ રાષ્ટ્રીય ગ્રામીણ આરોગ્ય મિશન હેઠળની સલામત માતૃત્વ માટેની દરમ્યાનગીરી છે.
ii. જનની સુરક્ષા યોજના અનુસાર ગુજરાત એ રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડીશા અને ઉત્તર પ્રદેશ સાથે ઓછી કામગીરી કરતાં રાજ્યોની શ્રેણી હેઠળ આવે છે.
iii. જનની સુરક્ષા યોજનાનો મુખ્ય ઉદેશ ગરીબ ગર્ભવતી મહિલાઓમાં સંસ્થાકીય પ્રસુતિને ઉત્તેજન આપી માતા અને નવજાત શિશુનો મૃત્યુદર ઘટાડવાનો છે.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i, ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
Writs (રીટ - ન્યાયાલય આદેશ) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બંદી પ્રત્યક્ષીકરણ (Habeas Corpus) - અદાલતમાં "લોકસ સ્ટેન્ડી" (Locus Standi) નો સિદ્ધાંત લાગુ પડતો નથી.
2. પરમારદેશ (Mandamus) - કોઈપણ જાહેર અધિકારી અથવા ખાનગી સંસ્થા વિરૂધ્ધ જારી કરી શકાય છે.
3. પ્રતિષેધ (Prohibition) - તે માત્ર ન્યાયિક અથવા અર્ધન્યાયિક સંસ્થાઓ વિરુદ્ધ જ જારી કરી શકાય છે.
4. ઉત્પ્રેક્ષણ (Certiorari) - તે ન્યાયિક અથવા અર્ધન્યાયિક સત્તાધિકાર વિરુદ્ધ જારી કરી શકાય છે, વહીવટી સત્તાધિકારો વિરૂદ્ધ જારી કરી શકાય નહિ.

ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. પર્શિયન (ઈરાની) અખાત અરબી દ્વિપકલ્પને ઈરાનના ઉચ્ચપ્રદેશથી અલગ કરે છે.
2. રશિયા અને જાપાન વચ્ચે કુરીલ (Kuril) દ્વિપસમૂહ બાબતે વિવાદ છે.
3. તિબેટીયન ઉચ્ચપ્રદેશ વિશ્વનો સૌથી મોટો ઉચ્ચ પ્રદેશ છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP