GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચાં છે ?
1. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રીત છે.
2. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રીત છે.
3. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.

1,2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય બંધારણના સુધારણાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું વિધાન/ કયા વિધાનો સાચું /સાચાં છે ?
1. બંધારણમાં સુધારાની પ્રક્રિયાનો પ્રારંભ સંસદ અથવા રાજ્ય વિધાનમંડળમાં જ કરી શકાય.
2. સુધારણા વિધેયક એ માત્ર મંત્રીઓ દ્વારા જ દાખલ કરી શકાય.
3. સંવિધાનની કેટલીક જોગવાઇઓની સુધારણા માટે ભારતના રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી આવશ્યક છે.
4. રાષ્ટ્રપતિએ બંધારણ સુધારણા વિધેયકને અનુમોદન આપવું જ પડે, તે આ વિધેયક ને અટકાવી શકે નહીં કે પરત મોકલી શકે નહીં.

માત્ર 4
માત્ર 2,3 અને 4
1,2,3 અને 4
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું યુગ્મ અને સાચી રીતે જોડાયેલું /જોડાયેલાં છે ?
1. નિરપેક્ષ નિષેધાધિકાર(Absolute veto) - વિધાન મંડળ દ્વારા પારિત કરવામાં આવેલ વિધેયકની મંજૂરી અટકાવી રાખવી.
2. શરતી નિષેધાધિકાર (Qualified veto) - તે વિધાન મંડળ દ્વારા ભારે બહુમતીથી સર્વોપરી થઈ શકે.
3. નિલંબન-મોકુફી નિષેધાધિકાર(Suspensive veto) - તો વિધાન મંડળ દ્વારા સામાન્ય બહુમતીથી સર્વોપરી થઈ શકે.
4. ખીસા નિષેધાધિકાર (Pocket veto) - તે સંસદ દ્વારા 2/3 બહુમતી તેમજ અડધા રાજ્યોના મત દ્વારા સર્વોપરી થઈ શકે.

1,2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 1,2 અને 3
માત્ર 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

1,2,3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ?
1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે.
2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે.
3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1,2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP