સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે માલની આયાતના કિસ્સામાં ચૂકવવામાં આવતા દરિયાઈ માલ પરનો GST ગેરબંધારણીય છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કાઉન્સિલની ભલામણો તેમના માટે બંધનકર્તા નથી. તથા સુપ્રીમ કોર્ટનો નિર્ણય ગુજરાત હાઈકોર્ટના નિર્ણયને સમર્થન આપતો આવ્યો છે કે કેન્દ્ર ભારતીય આયાતકારો પર દરિયાઈ માલ માટે ઈન્ટિગ્રેટેડ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (IGST) લાદી શકે નહીં.
સુપ્રીમ કોર્ટે લોકશાહીના સારા માટે ‘સહકારી સંઘવાદ'ના મહત્વને સમર્થન આપતા તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય GST પર કાયદો ઘડવા માટે ‘એક સમાન અને અનન્ય શક્તિઓ’ ધરાવે છે.