GPSC PI Prelim Exam Paper 03 January 2021
પાંચ સભ્યોના કુટુંબની હાલની સરેરાશ ઉંમર 40 વર્ષ છે. જો સૌથી નાના સભ્યની હાલની ઉંમર 10 વર્ષ હોય, તો સૌથી નાના સભ્યના જન્મના એક દિવસ પૂર્વે કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હશે ? (માની લો કે આ સમયગાળામાં કુટુંબમાં અન્ય કોઈ સભ્ય ઉમેરાયો કે દૂર થયો નથી.)

36.5 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
38.5 વર્ષ
37.5 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણી બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સામાન્ય ચૂંટણીથી અલગ રીતે, ભારતના રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ઉમેદવારે રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવવા માટે મતદાર મંડળ (Electoral College) માં 50% + 1 મત મેળવવા જરૂરી છે.
2. રાષ્ટ્રપતિની ચૂંટણી સાથે સંકળાયેલા તમામ પ્રશ્નો અને વિવાદોની તપાસ અને નિર્ણય એ ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે જેનો નિર્ણય આખરી ગણાય છે.
3. મતદાર મંડળ (Electoral College) અધૂરું હતું. તે આધાર પર કોઈ પણ વ્યક્તિની રાષ્ટ્રપતિ તરીકેની ચૂંટણી એ પડકારી શકાય નહીં.

માત્ર 1 અને 2
માત્ર 1 અને 3
1,2 અને 3
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
એક વર્ગમાં M નો રેન્ક ઉપરથી આઠમો અને નીચેથી 17મો છે. તો તે વર્ગમાં કેટલા વિદ્યાર્થીઓ હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
25
26
24

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતીય પ્લેટ ___ સુધી વિસ્તારિત છે.

મ્યાંમારના રખાઈન પર્વત
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને
પાકિસ્તાનના કિરતાર પર્વત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો કેન્સર માટે સાચાં છે ?
i. કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજિન નામના જિન્સ હોય છે.
ii. મેલિગન્ટ ટ્યૂમર્સ તેના મૂળ સ્થાન પૂરતાં સીમિત રહે છે.
iii. કેન્સરના કોષ સંપર્કબંધી પ્રદર્શિત કરતાં નથી.

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
i,ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ?

મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ)
મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ)
આપેલ પૈકી કોઈ નહીં
મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP