નફો અને ખોટ (Profit and Loss)
કોઈ મશીનની મૂળ કિંમત ઉપર 25% વધુ ચઢાવીને છાપેલી કિંમત નક્કી કરવામાં આવે છે. અને છાપેલી કિંમત ઉપર 20% કમિશન આપવામાં આવે તો શું થાય ?
મૂળ કિંમત = 100
છાપેલી કિંમત = 125
વેચાણ કિંમત = 100
મૂળ કિંમત પર 25% વધુ = 100 × 25/100 = 25
છાપેલી કિંમત પર 20% કમિશન = 125 × 20/100 = 25
મૂળ કિંમત અને વેચાણ કિંમત બંને સરખી છે. તેથી 0% નફો થાય.
નફો અને ખોટ (Profit and Loss)
એક વેપારીએ 45 નારંગી રૂ.40માં વેચતાં 20% ખોટ જાય છે. તો 20% નફો લેવા વેપારીએ રૂ. 24માં કેટલી નારંગી વેચવી જોઈએ.
મૂળ કિંમત = 100%
20% ખોટ = 80%
20% નફો = 120%
80% 40/45
120% (?)
120/80 × 40/45 = 4/3
જો 20% નફો કરીએ તો એક નારંગીની વેચાણ કિંમત = 4/3 રૂ. થાય.તો રૂ. 24 માં 24/(4/3) = (24×3)/4 = 18 નંગ નારંગી વેચવી જોઈએ.
નફો અને ખોટ (Profit and Loss)
ભરતે એક જૂની સાઈકલ રૂ.82માં ખરીદી, તેને રીપેર કરાવાના અને રંગરોગાનના રૂ.14 ખર્ચ્યા. ભરતે તે સાઈકલ 108 માં વેચી, તો તેને કેટલા ટકા નફો થાય ?