ટકાવારી (Percentage)
છગન સફરજનનો ધંધો કરે છે. તેણે કુલ જથ્થામાંથી 40% સફરજન વેચેલ છે. અને હવે તેની પાસે 4200 સફરજન વધેલ છે. તો તેની પાસે શરૂઆતમાં કેટલા સફરજન હશે ?
ટકાવારી (Percentage)
રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ?
એક સંખ્યા = 100 10% વધારો = 110% 10% ઘટાડો = 110 × 90/100 = 99 ફેરફાર = 100 - 99 = 1% ઓછી થાય સમજણ પહેલા સંખ્યા 10% વધારતા 100 ના 110 થયા ત્યારબાદ 110 ના 10% ઘટાડતા 110 ના 90% કર્યા.
ટકાવારી (Percentage)
એક વિદ્યાર્થી એક પરીક્ષામાં કુલ ગુણના 38% ગુણ મેળવે છે, જે પાસિંગ ગુણ કરતાં 18 જેટલા વધારે છે. અન્ય એક વિદ્યાર્થી એજ પરીક્ષામાં કુલ ગુણના 27% ગુણ મેળવે છે, પણ 37 જેટલા ગુણથી નાપાસ થાય છે. તો પાસિંગ ગુણ કુલ ગુણના કેટલા ટકા હશે ?