GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું મમતા અભિયાનનો હિસ્સો નથી ?

મમતા દિવસ (ગ્રામ્ય સ્વાસ્થ્ય અને પોષણ દિવસ)
મમતા સંદર્ભ (રેફરલ અને સેવાઓ)
મમતા મુલાકાત (જન્મ પછીની કાળજી ઘર મુલાકાત)
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
M અને R અનુક્રમે રૂ. 12,000 અને રૂ. 15,000 નું રોકાણ કરી એક વ્યવસાય શરૂ કરે છે. Q કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. જે સમય માટે તેઓ મૂડીરોકાણ કરે છે તે અનુક્રમે 5 વર્ષ, 6 વર્ષ અને 8 વર્ષ છે. કુલ નફો રૂ‌.28,382 થાય છે જેમાંથી R નો ભાગ રૂ. 11,106 છે. તો Q એ વ્યવસાયમાં કેટલી મૂડીનું રોકાણ કર્યું હશે ?

આપેલ પૈકી એક પણ નહીં
રૂ. 12,000
રૂ. 15,000
રૂ. 10,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના આદિવાસીઓ માટે સાચાં છે ?
1. ગુજરાતની આદિવાસી વસ્તી રાજ્યના 48 તાલુકાઓમાં સંકેન્દ્રીત છે.
2. તેઓ રાજ્યના 18% ભૌગોલિક વિસ્તારમાં સંકેન્દ્રીત છે.
3. આદિવાસી સ્ત્રીઓનો સાક્ષરતા દર 53.2% છે.

1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેની વિગતોનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર આપો.
P,Q,R,S,T અને U એક જ મકાનમાં એક થી છ નંબરના અલગ અલગ માળ પર રહે છે (ભોંયતળિયાના માળને 1 નંબર, તેની તરત ઉપરના માળને 2 નંબર અને આગળ તે રીતે નંબર આપેલા છે તથા સૌથી ઉપરના માળને 6 નંબર આપ્યો છે).P એ યુગ્મ સંખ્યાના માળ પર રહે છે. S અને U જે માળ પર રહે છે તેમની વચ્ચે 2 માળ છે. U જે માળ પર રહે છે તે S ના માળની ઉપર છે. S 2 નંબરના માળ પર રહેતો નથી. Q અયુગ્મ સંખ્યાના માળ પર રહેતો નથી. R એ U ના માળની નીચેના કોઈ માળ પર રહેતો નથી. T એ Q ની તરત ઉપર કે તરત નીચેના માળ પર રહેતો નથી.
Q કયા માળ પર રહે છે ?

છઠ્ઠા
બીજા
ચોથા
નક્કી ન કરી શકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું લક્ષણ એ ભારતીય સંવિધાનના મૂળભૂત માળખાના ભાગ રૂપ નથી ?
1. ન્યાય માટેની અસરકારક સુગમતા (Effective Access to Justice)
2. રાષ્ટ્રની એકતા અને અખંડિતતા
3. સંવિધાનની સુધારણા માટે સંસદની મર્યાદિત સત્તા
4. વ્યક્તિગત સ્વતંત્રતા અને ગૌરવ.

1,2,3 અને 4
માત્ર 2 અને 3
માત્ર 2,3 અને 4
માત્ર 1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP