GPSC PI Prelim Exam Paper 03 January 2021
પોતાનો દરજ્જો વધારવા માટે તેમજ સ્થાન મજબૂત કરવા માટે ચંદ્રગુપ્ત બીજાએ નીચેના પૈકી કયા રાજવંશો સાથે વૈવાહિક જોડાણ કર્યા ? i. લિચ્છવિ ii. વાકાટક iii. નાગ iv. કદંબ
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ખનીજ કાયદા (સુધારણા) વિધેયક, 2020 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. આ વિધેયક દ્વારા કોલસા ક્ષેત્ર સંપૂર્ણ પણે વાણિજ્યિક ખાણ કામ કરવા માટે ખુલ્લું મુકાયું. 2. તે કોલસા ખાણની હરાજીમાં અંતિમ વપરાશના નિયંત્રણોને દૂર કરવાનો ઇરાદો ધરાવે છે. 3. હાલમાં ભારતીય ક્ષેત્રમાં 100% FDI મંજૂર કરવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં કપાસના પાક અંગે નીચેના પૈકી કયું / કયા વાક્ય / વાક્યો સાચું / સાચાં છે ? 1. કપાસના પાકને સરેરાશ 50-75 સેમી વરસાદ જરૂરી છે. 2. કપાસના પાકને 21-30 ડિગ્રી સે. ઉષ્ણતામાન જરૂરી છે. 3. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાંપની જમીનમાં પણ ઉગી શકે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો. એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે. જો ધોરણ 6 માં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા 200 હોય, તો ધોરણ 6, 7 અને 8 ના કુલ વિદ્યાર્થીઓની સંખ્યા શાળાના કુલ વિદ્યાર્થીઓની સંખ્યાના કેટલા ટકા છે ?