GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?

8 લાખ
9 લાખ
7 લાખ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા ગુજરાતી ભક્તિ કવિ 15મી સદીના છે ?
I. પ્રેમાનંદ ભટ્ટ
II. નરસિંહ મહેતા
III. દલપતરામ

ફક્ત II અને III
ફક્ત I અને II
ફક્ત II
ફક્ત I

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક બાઈકની કિંમત રૂ. 96,000 છે. તેની કિંમતમાં પહેલા વર્ષે 30% જેટલું અવમૂલ્યન થાય છે અને ત્યારપછીના દરેક વર્ષની શરૂઆતની કિંમતના 20% જેટલું અવમૂલ્યન થાય છે. તો બાઈકની ત્રણ વર્ષ પછીની કિંમત કેટલી થશે ?

રૂ. 48,000
રૂ. 43,008
આપેલ પૈકી કોઈ નહીં
રૂ. 52,018

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પ્રાકૃતિક ચિકિત્સા માટેની વિવિધ ઔષધીય વનસ્પતિઓનું અપૂર્વ સંગ્રહાલય ___ ખાતે આવેલું છે.

સરદાર સરોવર મ્યુઝિયમ
વઘઈ બોટનીકલ ગાર્ડન, ડાંગ
આહવા
જૂનાગઢ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાષ્ટ્રીય કટોકટીની અસરો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ તમામ
રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાષ્ટ્રપતિ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે મહેસૂલના બંધારણીય વિતરણમાં ફેરફાર કરી શકતા નથી.
કટોકટી દરમ્યાન સંસદનું સત્ર ચાલુ હોય તો પણ રાજ્યની બાબતો પર રાષ્ટ્રપતિ વટહુકમ જારી કરી શકે છે.
કટોકટી દરમ્યાન રાજ્યને કોઈપણ બાબતમાં કારોબારી નિર્દેશ જારી કરવા માટે કેન્દ્ર અધિકૃત બને છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સને 1565માં લડાયેલા રક્ષાઈ-તંગડીના યુધ્ધે વિજયનગર સામ્રાજ્યનો અચાનક અંત આણ્યો.
II. પોર્ટુગીઝ યાત્રીઓ ડોમિંગો પેસે અને બારબોસાએ વિજયનગરની મુલાકાત લીધી હતી.
III. કૃષ્ણદેવરાય તેમના કલા અને સાહિત્ય આશ્રને લીધે "આંધ્ર ભોજ" તરીકે જાણીતા હતા.

ફક્ત I અને II
ફક્ત I
ફક્ત II અને III
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP