GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક હોડીને પ્રવાહની વિરુદ્ધ દિશામાં ચોક્કસ અંતર કાપતા 6 કલાક 30 મિનિટ લાગે છે, તથા તેણે પ્રવાહની દિશામાં તેટલું જ અંતર કાપતા 3 કલાક લાગે છે. તો અનુક્રમે હોડીની ઝડપ અને પ્રવાહની ઝડપનો ગુણોત્તર કેટલો થશે ?

આપેલ પૈકી કોઈ નહીં
19 : 7
11 : 3
21 : 5

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો :
આ સમયગાળામાં કંપનીએ પ્રતિવર્ષ કેટલું સરેરાશ વ્યાજ ચૂકવ્યું ?

રૂ. 36.66 લાખ
રૂ. 34.18 લાખ
રૂ. 32.43 લાખ
રૂ. 33.72 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર અને રાજ્યના સંબંધો વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

સરકારીયા આયેગે ભલામણ કરી હતી કે રાજ્યોને અવશેષ સત્તાઓ ફાળવવામાં આવે.
સરકારીયા આયોગે ભલામણ કરી કે કેન્દ્ર પાસે રાજ્યોની સંમતિ લીધા વિના પણ સશસ્ત્ર દળો તૈનાત કરવાની સત્તા હોવી જોઈએ.
પ્રથમ વહીવટી સુધારણા આયોગ દ્વારા અનુચ્છેદ 356, 357 અને 365 સંપૂર્ણ રીતે રદ કરવાની ભલામણ કરવામાં આવી હતી.
રાજમન્નાર સમિતિએ ભલામણ કરી હતી કે કેન્દ્રનું અધિકાર ક્ષેત્ર સંરક્ષણ, વિદેશ બાબતો, સંદેશાવ્યવહાર અને ચલણ (Currency) પૂરતું મર્યાદિત હોવું જોઈએ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ?
I. મધ્યયુગીન સમયગાળા દરમ્યાન, ગુજરાત મલક્કા સમુદ્રધુની અને ઈન્ડોનેશિયા ખાતે નિકાસના મુખ્ય બંદર તરીકે ઉભરી આવ્યું હતું.
II. ગુજરાતથી મલક્કાની મુખ્ય નિકાસ તેજાના હતી.
III. ઈટાલિયન યાત્રી, વરથીમા ઉલ્લેખ કરે છે કે દરરોજ 1000 કરતાં વધારે વહાણો અલગ-અલગ દેશોમાંથી ખંભાતના બંદરે પ્રવેશ કરતાં હતાં.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP