ટકાવારી (Percentage)
એક શાળાના 60 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી. તેમાંથી 5% ને Aગ્રેડ મળ્યો, 25% ને B+, 35% ને B અને 15% ને C ગ્રેડ મળ્યો, તો પરીક્ષામાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી કેટલા વિદ્યાર્થી નાપાસ થયા ?
5% + 25% + 35% + 15% = 80% નાપાસ વિદ્યાર્થીઓ = 100% - 80% = 20% નાપાસ થનાર વિદ્યાર્થીઓ 60 X 20/100 = 12 સમજણ અહીં 80% વિદ્યાર્થીઓને ગ્રેડ મળતા તેઓ પાસ થયા છે.
ટકાવારી (Percentage)
બે વિષયોની એક પરીક્ષામાં બેઠેલાં 120 વિદ્યાર્થીઓ પૈકી 55 વિદ્યાર્થીઓ વિજ્ઞાનમાં પાસ, 60 વિદ્યાર્થીઓ ગણિતમાં પાસ અને 22 વિદ્યાર્થીઓ બંને વિષયમાં પાસ થયા છે. તો કેટલાં વિદ્યાર્થીઓ બંને વિષયમાં નાપાસ છે ?
બંને અથવા એક વિષયમાં પાસ = 55 + 60 -22 = 93 બંને વિષયમાં નાપાસ = 120 - 93 = 27
ટકાવારી (Percentage)
અમીતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% ૨કમના પુસ્તકો અને 25% ૨કમની નોટબુક, કંપાસ તેમજ 10% ૨કમની સ્કુલબેગ ખ૨ીદી અને તેણે બાકી વધેલી રકમ રૂા. 1350 તેના પિતાને પરત આપી. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી ૨કમ આપી ?
ટકાવારી (Percentage)
રમણલાલ પોતાની પાસેના રૂપિયામાંથી 35% મોટા દિકરાને આપે છે. વધેલી ૨કમમાંથી 40% નાના દિકરાને આપે છે. હવે તેની પાસે 23,400 રૂ. છે. શરૂમાં ૨મણલાલ પાસે કેટલા રૂપિયા હશે ?