આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતા ઓછી નહીં એટલી બેઠકો (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા) સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે.
આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
સંયુક્ત રાષ્ટ્રો પર્યાવરણ કાર્યક્રમના "પ્રોટેક્ટેડ પ્લાનેટ રીપોર્ટ - 2020" અહેવાલ અનુસાર 2010થી ___ મિલિયન ચોરસ કિલોમીટર સુરક્ષિત અને સંરક્ષિત (Protected and Conserved) વિસ્તાર હેઠળ મુકવામાં આવ્યાં છે.
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારત સરકારના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના "પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ (PGI) – 2019-20'' બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. પ્રદર્શન (Performance) ચકાસવા માટે આ પરફોરમન્સ ગ્રેડ ઈન્ડેક્ષ 70 સૂચકો (indicators) નો ઉપયોગ કરે છે. 2. આ PGI - 2019-20 ત્રીજી આવૃત્તિ છે. 3. પંજાબે 929 ગુણ સાથે પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે. 4. છત્તીસગઢ છેલ્લા ક્રમે રહ્યું.