સમય અને અંતર (Time and Distance)
એક વ્યક્તિ શહેર A થી શહેર B સુધી સાઈકલ પર 18 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે અને શહેર B થી શહેર C સુધી સાઈકલ પર 12 કિ.મી. પ્રતિ કલાકની ઝડપથી જાય છે. જો શહેર B થી શહેર C નું અંતર શહેર A થી શહેર B ના અંતર કરતાં બમણું હોય તો આખી મુસાફરી દરમિયાન એની સરેરાશ ઝડપ કેટલી હશે ?

14.4 કિ.મી./ કલાક
14 કિ.મી./ કલાક
13.5 કિ.મી./ કલાક
15 કિ.મી./ કલાક

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
રવિ અને રાજેશ અનુક્રમે 30 M/S અને 20 M/S ની ઝડપે, 600 મીટરના એક ગોળાકાર ટ્રેક ઉપર એક જ દિશામાં દોડી રહ્યા છે. જો બંને એ એક જ સમયે દોડવાનું શરૂ કર્યા હોય તો, જ્યારે રવિ રાજેશને બીજીવાર પાર કરી જાય છે ત્યારે રવિએ કેટલું અંતર કાપ્યું હશે ?

2700 મી.
1200 મી.
2400 મી.
3600 મી.

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
ત્રણ બસની ઝડપ 2 : 3 : 4 ના ગુણોત્તરમાં છે. એક સરખું અંતર કાપવા માટે નીચેમાંથી કયો ગુણોત્તર મુજબ સમય લાગશે.

4 : 3 : 6
6 : 4 : 3
2 : 3 : 4
4 : 3 : 2

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

સમય અને અંતર (Time and Distance)
બે ટ્રેન અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન ઉત્તર તરફ 60 Km/hr અને બીજી ટ્રેન દક્ષિણ તરફ 40 Km/hr ની ગતિથી ચાલે છે. કેટલા કલાક પછી બંને ટ્રેન 150 Km ની દૂર પર રહેશે ?

3/2
3/4
15/2
4/3

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP