આ પોર્ટલ હિતધારકોને અનન્ય BioRRAP ID દ્વારા ચોક્કસ એપ્લિકેશન માટે આપવામાં આવેલી મંજૂરી જોવામાં પણ મદદ કરશે.
આ પોર્ટલ સરકારની ‘સ્ટાર્ટ-અપ્સની સરળતા’ અને ‘વિજ્ઞાન અને વૈજ્ઞાનિક સંશોધન કરવામાં સરળતા'ને અનુરૂપ છે.
BioRRAP નું પૂરું નામ 'Biological Research Regulatory Approval Portal' છે. આ પોર્ટલ ભારતમાં જૈવિક વિકાસ અને સંશોધન માટે નિયમનકારી મંજૂરી મેળવવા માંગતા લોકોની જરૂરિયાતો પૂરી કરશે.
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘સેન્ટ્રલ એક્સિડન્ટ ડેટાબેઝ મેનેજમેન્ટ સિસ્ટમ' શરૂ કરવામાં આવી છે. તેના સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? 1. આ સિસ્ટમનું નામ 'Intergrated Road Accident Database (IRAD)' છે. 2. તે માર્ગ અને પરિવહન મંત્રાલયની પહેલ છે. 3. તે માર્ગ અકસ્માતના કારણોનું પૃથ્થકરણ કરવામાં અને ભારતમાં અકસ્માતોને ઘટાડવાના હેતુથી સલામતીના પગલાં વિકસાવવામાં મદદરૂપ સાબિત થશે. યોગ્ય વિકલ્પ પસંદ કરો.