GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
બ્લોકચેન ટેકનોલોજી (Blockchain Technology) બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. તેને ડીસ્ટ્રીબ્યુટેડ લેજર ટેકનોલોજી (Distributed Ledger Technology) પણ કહે છે. 2. બ્લોકચેન ટેકનોલોજીને સમજવા માટે ગુગલ ડોક્યુમેન્ટ એક સરળ સમરૂપતા (analogy) છે. 3. આ ટેકનોલોજીમાં દરેક ચેન બહુવિધ બ્લોક્સનું બનેલું હોય છે અને દરેક બ્લોક પાયાના ત્રણ તત્ત્વો ધરાવે છે. 4. 32-બીટ (bit) નો સંપૂર્ણ આંક નોન્સ (Nonce) કહેવાય છે કે જે બ્લોકચેન ટેકનોલોજીમાં પાયાનું તત્ત્વ છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાણા વિધેયકોના કિસ્સામાં રાષ્ટ્રપતિ સ્થગીત કરવાનો નિષેધાધિકાર ધરાવતાં નથી. 2. રાષ્ટ્રપતિ નાણા વિધેયકને પોતાની અનુમતિ આપી શકે છે અથવા રોકી રાખી શકે છે. 3. બંધારણીય સુધારા વિધેયકમાં રાષ્ટ્રપતિ પાસે નિષેધાધિકાર (veto) સત્તા નથી. 4. નાણા વિધેયક સામે રાષ્ટ્રપતિ ફક્ત “પોકેટ વીટો” (pocket veto) સત્તા વાપરી શકે છે કારણ કે લોકસભામાં તે તેઓની પૂર્વ અનુમતિથી રજૂ કરવામાં આવે છે, તેથી તેઓ સંપૂર્ણ નિષેધાધિકાર (absolute veto)નો ઉપયોગ કરી શકતાં નથી.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
એક પ્રોજેક્ટ માટે ચાર વ્યક્તિઓની પસંદગી કરવાની છે. તે માટે P, Q, R, S, T, U અને V એમ કુલ-07 ઉમેદવારો ઉપલબ્ધ છે. તેમની બાબતમાં નીચે મુજબની વિગતો ધ્યાને લો. P અને Q સાથે કામ નહિ કરે. T અને R સાથે કામ નહિ કરે. U અને T સાથે કામ કરવા ઈચ્છે છે. તો નીચે પૈકી ક્યા ચાર વ્યક્તિઓની પસંદગી સૌથી વધુ સ્વીકાર્ય હોઈ શકે ?
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. થર્મલ રીએક્ટરો તેના ઈંધણના વિચ્છેદનને ચાલુ રાખવા ધીમા પડેલા અથવા થર્મલ ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે. 2. ઝડપી (Fast) ન્યુટ્રોન રીએક્ટરો બાંધવા વધુ અઘરા છે અને ચલાવવા વધુ ખર્ચાળ છે. 3. લાઈટ વોટર રીએક્ટરો તેના કુલન્ટ અને ન્યુટ્રોન મોડરેટર તરીકે હેવી વોટરને બદલે સામાન્ય પાણીનો ઉપયોગ કરે છે.