GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે : (I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી. (II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભાગીદારીના હિસાબોના સંબંધિત નીચેના વિધાનો વિચારો. (I) ભાગીદારનું સ્થિર મૂડી ખાતું નવી મૂડી લાવે ત્યારે જમા થાય છે અથવા મૂડીનો ઉપાડ આવે ત્યારે ઉધાર થાય છે. (II) ભાગીદારના ચાલુખાતામાં ઉપાડ, મૂડી પર વ્યાજ, કમિશન, પગાર અને નફા કે ખોટમાં ભાગને લગતા બધાં વ્યવહારો નોંધવામાં આવે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે. (II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયા ઑડિટિંગની વિશેષતા / વિશેષતાઓ છે ? (I) આ વિશ્લેષણાત્મક નથી, પરંતુ જટિલ અને તપાસનીય છે. (II) ઑડિટમાં નાણાકીય માહિતીનો સમાવેશ થાય છે, પરંતુ બિનનાણાકીય માહિતિનો સમાવેશ થતો નથી. (III) તેમાં ખરાઈપાત્ર પુરાવાની સુસંગતતા, વિશ્વસનીયતા અને યોગ્યતાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. (IV) ઑડિટર સક્ષમ અને સ્વતંત્ર હોવો જોઈએ.