GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
e-NAM બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

e- NAM ના અમલીકરણ માટે NABARD 'લીડ એજન્સી(lead agency)' છે.
તે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલું કૃષિ ચીજવસ્તુઓ માટેનું સમગ્ર ભારત વ્યાપી ઈલેક્ટ્રોનિક વેપાર પોર્ટલ છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

ફક્ત 1 અને 3
ફક્ત 1, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જાહેર ક્ષેત્રની સુધારણાના ભાગરૂપે ભારત સરકારે વિનિવેશની બે પદ્ધતિઓ અપનાવી.આ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે?
i. પસંદગીના જાહેર ક્ષેત્રના એકમોના શેરનું વેચાણ કરવું એ વિનિવેશની પ્રથમ પદ્ધતિ હતી.
ii. જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગી ક્ષેત્રની કંપનીને વેચાણ કરવું એ વિનિવેશની બીજી પદ્ધતિ હતી.
iii. પ્રથમ પદ્ધતિનો ઉપયોગ 1991-92 થી 1998-99ના સમયગાળા દરમ્યાન થયો.
iv. બીજી પદ્ધતિનો ઉપયોગ 1999-2000 થી 2003-04 ના સમયગાળા દરમ્યાન થયો.

ફક્ત ii, iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iv
ફક્ત i, ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા ક્લાઉડ કોમ્પ્યુટિંગના સેવા મોડલ્સ છે ?
1. સેવાગત માળખાકીય સુવિધાઓ
2. સેવા તરીકે પ્લેટફોર્મ
3. ડેક્સટોપ વિઝ્યુલાઈઝેશન
4. સેવા તરીકે ડેટા

ફક્ત 1, 2 અને 4
ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4
ફક્ત 1, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો.
i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી.
ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

ત્રણેય વિધાનો સાચાં છે.
એક પણ વિધાન સાચું નથી.
ફક્ત i
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય નૌકાદળ અને DRDO એ સફળતાપૂર્વક સ્વદેશી રીતે વિકસાવેલાં SAHAYAK-NG નું સૌ પ્રથમ પરીક્ષણ કર્યું, જે ___ છે.

ઓક્સિજન સીલીન્ડર
હવામાંથી પડતો મૂકી શકાય એવો કન્ટેનર
કોવિડ નિદાન કીટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP