GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
તબીબી ક્ષેત્રમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રાફ (ECG) કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ECG હૃદય રોગના ભૂતકાળના હુમલાઓના પુરાવાઓ અને નિદાન થયું ના હોય એવો કોઈપણ હૃદયરોગને શોધી શકે છે. 2. ECG હૃદયના ખંડોની દિવાલોની જાડાઈ ચકાસી શકતું નથી. 3. કસરત (Exercise) ECG તણાવ અથવા કસરત દરમિયાન હૃદયની ઈલેક્ટ્રીકલ પ્રવૃત્તિનું પરીક્ષણ કરવા વપરાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય. 2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય. 3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
73મા બંધારણીય સુધારણા અધિનિયમમાંથી બાકાત રાખવામાં આવેલાં વિસ્તારો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. આ અધિનિયમ નાગાલેન્ડ, મેઘાલય અને મીઝોરમ રાજ્યોને લાગુ પડતો નથી. 2. મણીપુરનો પહાડી વિસ્તાર કે જેના માટે જીલ્લા પરિષદ અસ્તિત્વ ધરાવે છે તેને બાકાત રાખવામાં આવ્યો છે. 3. પશ્ચિમ બંગાળનો દાર્જલિંગ જીલ્લો પણ આ અધિનિયમથી બાકાત રાખવામાં આવ્યો છે. 4. સંસદ આ અધિનિયમની જોગવાઈઓને અનુસૂચિત વિસ્તારો અને આદિજાતિ વિસ્તારો સુધી વિસ્તૃત કરવા અધિકૃત છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચે આપેલ પાઈ ડાયાગ્રામ 5 જુદા કારખાનાઓ M, N, O, P અને Q માં ચોખાના ઉત્પાદનની માહિતી અને આપેલ લાઈન ડાયાગ્રામ સંબંધિત કારખાનાઓમાં થયેલ વેચાણની ટકાવારી દર્શાવે છે. કુલ ઉત્પાદન – 3,600 કિ.ગ્રા. કારખાનાઓ M અને N દ્વારા થયેલ કુલ વેચાણ, કારખાના M દ્વારા થયેલ ઉત્પાદનના કેટલા ટકા છે ?