GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ફિફો (FIFO) પધ્ધતિના સંબંધિત નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં નથી ? (I) ઘટતા ભાવોના સંજોગોમાં આ પધ્ધતિ વધુ સારા પરિણામો આપે છે. (II) આખર સ્ટોક બજારભાવ રજૂ કરે છે. (III) ઘટતા ભાવોના સંજોગોમાં, ઓછી માલસામાનની પડતરના કારણે નફામાં વધારાનું વલણ હોય છે. (IV) ઉપયોગમાં લીધેલ માલસામાનની પડતર ચાલુ બજારભાવનું પ્રતિબિંબ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
હિસાબી ધોરણ મુજબ સેગમેન્ટ રિપોર્ટીંગ (વિભાગીય અહેવાલની રજૂઆત)ના સંબંધિત નીચેના પૈકી કયું વિધાન / કયા વિધાનો સાચું / સાચાં છે ? (I) આ હિસાબી ધોરણનો ઉદ્દેશ ઉદ્યોગ સાહસ (એન્ટરપ્રાઈઝ)ની નાણાકીય માહિતીના અહેવાલના સિધ્ધાંત સ્થાપિત કરવાનો છે કે જે વિવિધ પ્રકારની પેદાશો અને સેવાઓ ઉત્પાદિત કરી, વિવિધ ભૌગોલિક વિસ્તારમાં કામગીરી કરે છે. (II) ઉદ્યોગ સાહસે (એન્ટરપ્રાઈઝ) આ હિસાબીધોરણની પંસદગીયુક્ત જરૂરિયાતનું પાલન કરવું જોઈએ. (III) જો એક જ નાણાકીય અહેવાલમાં પિતૃ કંપનીના એકત્રિત નાણાકીય પત્રકો અને અલગ નાણાકીય પત્રકો હોય તો, વિભાગીય માહિતી એકત્રિત નાણાકીય પત્રકના આધારે જ રજૂ થાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું / કયાં મૂડીમાળખાના પ્રણાલિકાગત અભિગમના સંદર્ભમાં સાચું / સાચાં છે ? (I) દેવાની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત હોય છે, પરંતુ ત્યારબાદ વધતા દરે વધે છે. (II) ઈક્વિટી મૂડીની પડતર એ ઉચ્ચાલકતાની ચોક્કસ કક્ષાએ વધુ કે ઓછા અંશે સતત અથવા ધીમે ધીમે વધે છે, પરંતુ ત્યારબાદ તીવ્ર દરે વધે છે.