GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કઈ બાબતો સંઘ જાહેર સેવા આયોગની કાર્યકારી હકૂમત (functional jurisdiction) ની બહાર રાખવામાં આવી છે ?
1. પછાત વર્ગના નાગરીકોના તરફેણમાં નિમણૂક અથવા જગ્યાઓ માટે અનામતની જોગવાઈ કરવી.
2. સેવાઓ અને હોદ્દાઓ ઉપર નિમણૂકો કરતી વખતે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના દાવાઓ ધ્યાનમાં લેવા.
3. આયોગો અથવા ટ્રીબ્યુનલોની અધ્યક્ષતા અથવા સભ્યપદની પસંદગી

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી.
2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી.
3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે.
4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.

ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
ચંદ્રગુપ્ત મૌર્ય અને સેલ્યુકસ વચ્ચે થયેલ સંધિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સેલ્યુકસે કાબુલ, કંદહાર, હેરાત અને બલૂચિસ્તાનના પ્રદેશ ચંદ્રગુપ્તને સુપ્રત કર્યા.
2. સેલ્યુકસે પોતાની પુત્રી ચંદ્રગુપ્ત સાથે પરણાવી મૌર્ય સમ્રાટ સાથે લગ્નસંબંધ બાંધ્યો.
3. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્ર અને કચ્છનો પ્રદેશ સેલ્યુકસને સુપ્રત કર્યો.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
કરવેરાઓ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. કંપની અધિનિયમ, 2019 હેઠળ ભારતમાં નોંધાયેલી ખાનગી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી છે.
2. કંપની અધિનિયમ, 2019 હેઠળ નોંધાયેલી સરકારી કંપનીઓ કોર્પોરેટ કર ભરવા બંધાયેલી નથી.
3. શૂન્ય કર કંપનીઓ (Zero-Tax Companies) ઉપર તેઓના બુક પ્રોફીટ (Book Profit)ના 18.5% ન્યૂનતમ વૈકલ્પિક કર લગાડવામાં આવે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સંસદના વિશેષાધિકાર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. સંસદીય વિશેષાધિકારના ભંગ બદલ સંસદ, નહીં કે બહારની વ્યક્તિ, તેના સભ્યને સજા કરી શકે છે.
2. દિવાની અને ફોજદારી કેસમાં સંસદ સત્ર દરમ્યાન સંસદ સભ્યની ધરપકડ કરી શકાતી નથી.
3. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે સંસદ સભ્ય અદાલતમાં અનિર્ણિત કેસમાં પુરાવો આપવા અને સાક્ષી તરીકે હાજર રહેવા ઈનકાર કરી શકે છે.

ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP