GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. શ્યામજીકૃષ્ણ વર્માએ લંડન ખાતે એક ઘર ખરીદ્યું અને તેનું નામ ઈન્ડિયા હાઉસ રાખ્યું.
ii. મેડમ કામાએ 1907માં બર્લિન ખાતે ભારતની સ્વતંત્રતાનો ધ્વજ લહેરાવ્યો.
iii. મદનલાલ ધીંગરાનું છેલ્લું વિધાન "મને મારા દેશ માટે મારા પ્રાણનું બલીદાન આપવાનું સન્માન હોવાનો ગર્વ છે." હતું.
iv. ભગતસિંહ એ "ઈન્કલાબ જિંદાબાદ" નો યુદ્ધ-નારો આપ્યો હતો.

ફક્ત i, iii અને iv
i,ii,iii અને iv
ફક્ત i અને ii
ફક્ત ii, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચે આપેલા વિધાનોનો અભ્યાસ કરો.
i. જેનો એકમ અંક 8 હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
ii. જે સંખ્યાને અંતે એકી સંખ્યામાં શૂન્ય હોય તે સંખ્યા ક્યારેય પૂર્ણવર્ગ હોઈ શકે નહીં.
iii. બેકી સંખ્યાઓનો વર્ગ હંમેશા બેકી સંખ્યા હોય છે, પરંતુ એકી સંખ્યાઓનો વર્ગ હંમેશા એકી સંખ્યા હોય તે જરૂરી નથી.
ઉપરના વિધાનો પૈકી કયા વિધાનો સાચાં છે ?

ત્રણેય વિધાનો સાચાં છે.
એક પણ વિધાન સાચું નથી.
ફક્ત i અને ii
ફક્ત i

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતીય સરકાર દ્વારા 1953 માં રચવામાં આવેલા "રાજ્ય પુન:ગઠન આયોગ"ના અધ્યક્ષ કોણ હતા ?

જવાહરલાલ નેહરૂ
ફઝલ અલી
હૃદયનાથ કુંજરૂ
વલ્લભભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. ડીપ્થેરીયા (Diphtheria) - આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે.
2. ટીટનસ (Tetanus) આ એક વાયરલ ચેપ છે.
3. ઊંટાટીયુ (Pertussis) - અતિ ચેપી શ્વસન રોગ છે.
4. ડેન્ગ્યુ તાવ - રોગના વાહક (Vector borne) દ્વારા થતો વાયરલ ચેપ છે.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 2, 3 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે.
ii. લાઈફ કવર રૂ‌. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે.
iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.

ફક્ત i અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ગુજરાતના જળ સ્ત્રોતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. રાજ્ય દેશમાં ઉપલબ્ધ જળના માત્ર 2% જેટલું જ સપાટી પરનું જળ ધરાવે છે.
2. ગુજરાતનો 55% પ્રદેશ પાણીની તંગીવાળો વિસ્તાર છે.
3. દક્ષિણ અને મધ્ય ગુજરાતનો 45% પ્રદેશ વધારાનું જળ (અધિશેષ) (surplus) છે.
4. સાબરમતી અને સરસ્વતી નદીઓનું આંતરિક જોડાણ રાજ્ય સરકાર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

ફક્ત 1 અને 4
ફક્ત 1
ફક્ત 2 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP