GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેંકની બેંક દર નીતિના સંદર્ભમાં નીચેની માહિતી ધ્યાનમાં લો. (I) ભારતીય રિઝર્વ બેંક ફુગાવાને અંકુશમાં રાખવા બેંક દર વધારે છે. (II) 1951થી બેંક દર અનેક વાર વધારવામાં આવેલ છે. (III) 1997થી બેંક દર ભારતીય રિઝર્વ બેંકના બધા દર સાથે જોડવામાં આવેલ છે. નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
તૃષ્ટિગુણ એ વસ્તુની ઈચ્છા સંતોષવાની ક્ષમતા દર્શાવે છે. તૃષ્ટિગુણના ખ્યાલ સાથે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે. (I) તૃષ્ટિગુણ ધરાવતી વસ્તુ હંમેશા ઉપયોગિતા ધરાવતી હોવી જોઈએ. (II) તૃષ્ટિગુણ એ આનંદનો પર્યાય નથી. (III) તૃષ્ટિગુણ અને સંતોષ એ પર્યાયવાચી છે. (IV) લાકડાના ટૂકડાનું ફર્નિચરમાં રૂપાંતર તે સ્વરૂપ તૃષ્ટિગુણનું ઉદાહરણ છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
સ્વયં ધારણ કરેલ મિલકતમાંથી થયેલ કરપાત્ર આવકના સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે, કે જે આકારણી વર્ષ 2020-21 થી લાગુ થવાનું છે ? (I) જો બે મિલકતો પોતાના રહેણાકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો બંને મિલકતોને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણવામાં આવશે અને તેના પર કોઈપણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં. (II) જો ત્રણ મિલકતો પોતાના રહેણાંકના હેતુ માટે ઉપયોગમાં આવતી હોય તો તેને સ્વયં ધારણ કરેલ મિલકતો તરીકે ગણીને તેના પર કોઈ પણ વેરો ચૂકવવાપાત્ર થશે નહીં.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ઑડિટ રિપોર્ટના સંબંધીત નીચેના વિધાનો ધ્યાનમાં લઈ કયું વિધાન / કયાં વિધાનો ખોટું / ખોટાં છે તે નક્કી કરો. (I) SA 700 વપરાય છે, “નાણાકીય પત્રક સંબંધિત અભિપ્રાય ઘડતર અને રિપોર્ટીંગ (અહેવાલ) માટે" (II) ઑડિટ અહેવાલ એ કર્મચારીઓના કાર્યોનું પ્રતિબિંબ છે. (III) ઑડિટ અહેવાલ એ ઑડિટરની નિમણૂક કરનાર સત્તાધીશોને સંબંધિત હોય છે. (IV) નાણાકીય પત્રકોમાં સમાવિષ્ટ નોંધપાત્ર બાબતોમાં આરક્ષણ ન હોય ત્યારે ઑડિટર સ્વચ્છ અહેવાલ આપે છે.