GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ગુપ્ત કાળના પ્રખ્યાત કવિ ભાસની નીચેના પૈકી કઈ કૃતિ / કૃતિઓ નથી ?
I. ચારૂદત્તા
II. બાલચરિત્ર
III. રાવણવધ

ફક્ત III
ફક્ત I અને II
ફક્ત II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો.
I. ભારો
II. ઘડુ
III. હૅયા હૅયા
IV. આલવું
a. પટ્ટણી બોલી
b. કચ્છી બોલી
c. સુરતી બોલી
d. ચરોતરી બોલી

I-d, II-b, III-c, IV-a
I-c, II-d, III-a, IV-b
I-a, II-b, III-c, IV-d
I-d, II-c, III-b, IV-a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી.
II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.

I અને II બંને
ફક્ત I
ફક્ત II
I અને II પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અદી મર્ઝબાન દ્વારા પારસી રંગભૂમિને ફાળા બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
I. તેમણે રંગભૂમિમાં અર્વાચીનતાના લક્ષણો ઉમેર્યા.
II. તેમણે નાટકોમાં ગીત-સંગીતને વધુ પ્રાધાન્ય આપ્યું.
III. પરંપરિત નાટકોમાં આઠથી દશ દ્રશ્યોની પ્રથા દૂર કરી એક જ સેટ પર નાટય ભજવણી સફળતાપૂર્વક થાય તેવી યોજના કરી.

ફક્ત I અને II
ફક્ત I અને III
I, II અને III
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયો કેસ / ક્ષેત્ર જાહેર હિતનો દાવો (Public Interest Litigation)(PIL) તરીકે ગણી શકાય નહીં ?
1. મકાન માલિક - ભાડૂઆતને લગતી બાબતો.
2. સેવાકીય બાબતો અને વ્યક્તિના પેન્શન તથા ગ્રેજ્યુઈટીને લગતી બાબતો.
3. કેન્દ્ર / રાજ્ય સરકારી વિભાગો અને સ્થાનિક સંસ્થાઓ વિરુદ્ધની ફરિયાદો.
4. વડી અદાલત અને તાબાની અદાલતોમાં પેન્ડિંગ કેસની ઝડપી સુનાવણી માટેની દાદ અરજી.

માત્ર 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP