GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ગુજરાતની આબોહવાકીય લાક્ષણિકતાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. દક્ષિણના જિલ્લાઓ ભેજવાળી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના ક્ષેત્રો સૂકી આબોહવા અનુભવે છે. ii. દક્ષિણના જિલ્લાઓ સૂકી આબોહવા અનુભવે છે જ્યારે ઉત્તરના લોકો ભેજવાળી આબોહવા અનુભવે છે. iii . ગુજરાત રાજ્યનો સરેરાશ વરસાદ 33 થી 152 cm ની મર્યાદામાં બદલાય છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1857 ની ક્રાન્તિ દરમિયાન ગુજરાતમાં થયેલી પ્રવૃત્તિઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. વડોદરાના મહારાજા ખંડેરાવના સાવકાભાઈ બાપુ ગાયકવાડ, પાટણના મગનલાલ વાણિયા અને વડોદરાના નિહાલચંદ્ર ઝવેરીએ ખંડેરાવને પદભ્રષ્ટ કરી ગુજરાતમાં અંગ્રેજોનું શાસન નાબુદ કરવાની યોજના ઘડી હતી. ii. મંટોડી (ઈડર રાજ્ય તાબાના)ના ઠાકોર સૂરજમલે વિદ્રોહ કર્યો. iii. ઓખા-દ્વારકાના વિસ્તારમાં જોધા માણેકની આગેવાની હેઠળ વિદ્રોહ થયો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા પગલાં અર્થતંત્રમાં નાણા પૂરવઠામાં વધારામાં પરિણમે છે ? i. રીઝર્વ બેંક દ્વારા જાહેરજનતા પાસેથી સરકારી સીક્યોરીટીઝની ખરીદી. ii. લોકો દ્વારા વાણિજ્યિક બેંકોમાં નાણું જમા કરાવવું. iii. સરકાર દ્વારા રીઝર્વ બેંક પાસેથી ઉધાર લેવું. iv. રીઝર્વ બેંક દ્વારા સરકારી સીક્યોરીટીઝનું જાહેર જનતાને વેચાણ
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
એક કોન્ટ્રાક્ટરને 50 દિવસમાં એક દિવાલ બનાવવાની છે. તે માટે તે 50 માણસો રોકે છે. જોકે, 25 દિવસ બાદ માત્ર 40% કામ પૂર્ણ થાય છે. તો આ કામ 10 દિવસ વહેલું પૂર્ણ કરવા કેટલા વધારે માણસો જોઇશે ?
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
મંગળ ગ્રહ બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? i. મંગળનું વાતાવરણ મુખ્યત્વે કાર્બન ડાયોક્સાઈડ અને થોડીક પાણીની બાષ્પનું બનેલું છે. ii. મંગળને બે ચંદ્રો છે. iii. આ ગ્રહ એ પૃથ્વીથી નજીકના ગ્રહોમાં ચોથા ક્રમે આવે છે.