GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.