GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં જાહેર ક્ષેત્રના બેન્કિંગના સંદર્ભમાં નીચેનામાંથી કયુ/કયા વિધાન/વિધાનો સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબ ની પસંદગી કરો.
I. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.
II. બિનકાર્યક્ષમ મિલકતોની સમસ્યા એ જાહેર ક્ષેત્રની બેંકો ની સામે નોંધપાત્ર સમસ્યા છે.
III. જાહેર ક્ષેત્રની બેંકોમાં સરકાર અને ભારતીય રિઝર્વ બેંક બંને દ્વારા નિયંત્રણ થાય છે.
IV. વર્ષ 2021-22નાં બજેટમાં સરકારે જાહેર ક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની જાહેરાત કરી છે.

I અને IV
II, III અને IV
III અને IV
II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
કંપની ધારા 2013 ની કલમ 62(2) મુજબ, કંપની કર્મચારી સ્ટોક વિકલ્પ યોજના અંતર્ગત પોતાના શેર ___ પસાર કરી આપી શકે છે.

બોર્ડ ઠરાવ
ખાસ ઠરાવ
સામાન્ય ઠરાવ
અસામાન્ય ઠરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતીય રિઝર્વ બેન્કની નાણાકીય નીતિના સંદર્ભમાં નીચેના પૈકી કયું એક વિધાન સાચું છે ?

ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપોરેટ ઘટાડશે અને રિવર્સ રેપો રેટ વધારશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં વધારો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં વેચશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટમાં ઘટાડો કરશે અને સરકારી જામીનગીરીઓને ખુલ્લા બજારમાં ખરીદશે.
ફુગાવાને અંકુશમાં રાખવા માટે ભારતીય રિઝર્વ બેંક રેપો રેટ વધારશે અને રિવર્સ રેપો રેટ ઘટાડશે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભાડે આપેલ મકાન મિલકત અંગે નીચે આપેલ પ્રશ્ન ધ્યાનમાં લઇ તેનો ઉત્તર આપો.
મ્યુનિસિપલ આકારણી મુજબ મૂલ્ય રૂા. 60,000; અપેક્ષિત વાજબી ભાડું રૂ. 68,000; રેન્ટ કંટ્રોલ એક્ટ હેઠળ સ્ટાન્ડર્ડ રેન્ટ રૂા. 62,000- વાર્ષિક મળેલ ભાડું - રૂા. 65,000. મિલકતનું ગ્રોસ વાર્ષિક મૂલ્ય થશે ___

રૂ. 68,000
રૂ. 62,000
રૂ. 65,000
રૂ. 60,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ઓડીટરે આંતરિક અંકુશનો અભ્યાસ અને મૂલ્યાંકન કરવું જોઈએ કારણ કે –

ઓડીટ પ્રક્રિયાની રૂપરેખા નક્કી કરવા
મિલકતો સલામત છે કે નહીં તે નક્કી કરવા
આંતરિક અંકુશના સુધારાનું સુચન કરવા
આંતરિક અંકુશ અંગેનો અભિપ્રાય સ્પષ્ટ કરવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાન પર લો.
I. ભારતના મુખ્ય આયાત ભાગીદારો ચીન, અમેરિકા, UAE, સાઉદી અરેબિયા અને સ્વિત્ઝરલેન્ડ છે.
II. ભારતના મુખ્ય નિકાસ ભાગીદારો UAE, અમેરિકા, સિંગાપુર અને ચીન છે
III. આઝાદી પછી વિદેશ વ્યાપારમાં ભારત દ્વારા નવા વ્યાપાર સંબંધો અને નીતિઓ સ્થાપિત થઈ છે
ઉપર આપેલ વિધાનોમાંથી કયું/કયા વિધાનો/વિધાન સાચું/સાચા છે. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચા જવાબની પસંદગી કરો.

I, II અને III
I અને II બંને
માત્ર I
માત્ર II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP