GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
અર્થશાસ્ત્રના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર સંદર્ભમાં નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
(I) અર્થશાસ્ત્રનું સ્વરૂપ માત્ર સૂક્ષ્મ છે.
(II) અર્થશાસ્ત્ર વિજ્ઞાન અને કળા બંને છે.
(III) અર્થશાસ્ત્ર માત્ર આદર્શ છે.
(IV) અર્થશાસ્ત્ર એ સામાજિક વિજ્ઞાન છે.

(I) અને (II)
(II) અને (IV)
(I) અને (III)
(II) અને (III)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેના પૈકી કયું વિધાન / ક્યાં વિધાનો ખોટું | ખોટાં છે ?
(I) ફાઈનાન્સ કંપનીના સંદર્ભમાં વ્યાજની આવક એ કામગીરીમાંથી મેળવેલ આવક તરીકે દર્શાવવામાં આવે છે.
(II) “અનામત અને વધારો’’ની કુલ રકમ એ વધારો / ખોટની નકારાત્મક સિલકના મેળ બાદ દર્શાવવામાં આવે છે.

(I) અને (II) બંનેમાંથી એકપણ ખોટાં નથી.
(I) અને (II) બંને ખોટાં છે.
માત્ર (II) ખોટું છે.
માત્ર (I) ખોટું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
મિ. ‘A’ એ રાજધાની ટ્રેઈનમાં જમવા સાથેની ટિકિટ નોંધાવી છે. નીચેની ટિપ્પણીઓ વાંચો અને ત્યારબાદ સાચો વિકલ્પ પસંદ કરો.
(I) આ સંયુક્ત (Composite) સપ્લાય નથી.
(II) મુખ્ય સપ્લાયને લાગુ પડતો કરનો દર સમગ્ર સંયુક્ત (Composite) બંડલને લાગુ પડશે.

માત્ર (II) સાચું છે.
બંને સાચાં નથી.
માત્ર (I) સાચું છે.
(I) અને (II) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
રાજકોષીય નીતિના ભાગ તરીકે, સરકારે ખાદ્યપુરવણી અંદાજપત્ર જાળવી રાખવું જોઈએ કે જેથી અર્થતંત્રને આર્થિક મંદી અને આર્થિક ઉદાસીનતામાંથી બહાર લાવી શકાય. ખાદ્યપુરવણી અંદાજપત્ર બનાવવા...
(I) જાહેર ખર્ચના સ્તરને યથાવત્ રાખીને, પરંતુ કરવેરાનો દર ઘટાડીને અંદાજપત્ર બનાવવું.
(II) કરવેરાનો દર યથાવત્ રાખીને, પરંતુ જાહેર ખર્ચમાં વધારો કરીને અંદાજપત્ર બનાવવું.

માત્ર (II) સાચું છે.
માત્ર (I) સાચું છે.
બંને (I) અને (II) સાચાં છે.
(I) અને (II) ખોટાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
___ હેઠળ આવરી લેવાના કિસ્સામાં કેન્દ્રિય પ્રત્યક્ષ કરવેરા બોર્ડને છૂટ-છાટ આપવાની સત્તા છે.

કલમ 236A, 237B અને 238C
કલમ 233A, 234A અને 235A
કલમ 234A. 234B અને 234C
કલમ 236A, 237A અને 234C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
ભારતીય શૅરબજારના સંદર્ભમાં 1990 ના વર્ષમાં મહત્ત્વનું લક્ષણ એ વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs)ની ભારતીય શૅરબજારમાં ભાગીદારી છે. આ સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો.
(I) FIIs ને સપ્ટેમ્બર 1992 માં ભારતીય મૂડી બજારોમાં પ્રવેશની માન્યતા મળી હતી.
(II) FIIs ને ઓગસ્ટ 1993 થી સક્રિય રોકાણકારો બન્યા હતા.
(III) FIIs કે જે મ્યુચ્યુઅલ ફંડ, પેન્શન ફંડ અને દેશના ભંડોળોની કામગીરી ભારતીય મૂડી બજારોમાં કરી રહ્યા છે.
(IV) FIIs ને કારણે 2003 માં તેજીની દોડ આવી કે જેથી સરકાર પોતાના ડિસઈન્વેસ્ટમેન્ટ કાર્યક્રમને અમલમાં મૂકી શકી.
ઉપરનામાંથી કઈ / કયા વિધાનો / માહિતી સાચી / સાચાં છે ?

માત્ર (I), (II) અને (III) સાચાં છે.
માત્ર (II) અને (III) સાચાં છે.
બધા જ સાચાં છે.
માત્ર (I) અને (II) સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP