GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જોડકાં જોડો. I. બૃહદેશ્વર મંદિર II. શોર મંદિર III. તુંગનાથ IV. વિરુપક્ષા a. મહાબલિપુરમ્ b. તંજાવુર c. હમ્પી d. રૂદ્રપ્રયાગ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના નાણાપંચ વિશે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. ભારતનું નાણાંપંચ એક અધ્યક્ષ અને 5 અન્ય સદસ્યોનું બનેલું છે. 2. પંચના સદસ્યની લાયકાત સુનિશ્ચિત કરવા માટે બંધારણે સંસદને અધિકૃત કરે છે. 3. સુદ્રઢ નાણાં વ્યવસ્થાના હિતમાં રાષ્ટ્રપતિ કોઈપણ બાબત નાણાં આયોગને સલાહ સૂચન માટે મોકલી શકે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય. 2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય. 3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય. 4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો પ્રાચીન ભારત ઉપર પર્શિયન અસરના સંદર્ભે છે ? I. બ્રાહ્મી લિપિની શરૂઆત II. ચંદ્રગુપ્ત મૌર્યની વાળ ધોવાની વિધિ III. અશોક સ્તંભો ઉપર સિંહની પ્રતિકૃતિ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભાલણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. તેઓ એ ગુજરાતી લેખક હતા કે જેમણે બાણભટ્ટની 'કાદમ્બરી' નું ભાષાંતર કર્યું. II. તેઓ મીરાબાઈના સમકાલીન હતાં. III. તેઓએ અદ્વૈત ફિલસૂફીને પ્રતિપાદિત કરી.