GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
એક પાત્રમાં બે પ્રવાહી M અને N એ 7:5 ના પ્રમાણમાં છે. જો તેમાંથી 9 લિટર પ્રવાહી કાઢી લઈ તેટલું જ N નાંખવામાં આવે, તો M અને N નો ગુણોત્તર 7:9 બને છે. તો શરૂઆતમાં તે પાત્રમાં કેટલા લિટર પ્રવાહી M હશે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ? 1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે. II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં. III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું /સાચાં છે ? I. ચરક સંહિતા મૂળભૂત રીતે શસ્ત્રક્રિયાને લગતી છે. II. સુશ્રુત સંહિતાની પામ-પર્ણ હસ્તપ્રત નેપાળની કૈસર લાઇબ્રેરી ખાતે સચવાયેલી છે. III. 'વાત્', 'પિત્ત' અને 'કફ', ત્રણે દોષો આયુર્વેદમાં મુખ્ય છે.