GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
વ્યવહારિક દૃષ્ટિકોણથી પાશે (Paasche) કરતા લાસ્પેયરનો સૂચકાંક વધુ પસંદ કરવામાં આવે છે. તેના કારણો હોઈ શકે : (I) લાસ્પેયરના સૂચક આંકમાં આધાર વર્ષના જથ્થાને ભાર તરીકે લેવામાં આવે છે અને તેમાં એક સમયથી બીજા સમયમાં ફેરફાર થતો નથી. (II) પાશેના સૂચક આંક માટે ધ્યાનમાં લીધેલ સમય માટે સતત નવા જથ્થા ભારનો ઉપયોગ જરૂરી છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
નીચેની માહિતી ધ્યાનમાં લો અને સાચો જવાબ પસંદ કરો. (I) સૌપ્રથમ કેઈન્સે આર્થિક ક્ષેત્રમાં રાજ્ય હસ્તક્ષેપની જરૂરિયાત પર ભાર મૂક્યો અને સંતુલિત અંદાજપત્રની હિમાયત કરી. (II) કેઈન્સ પહેલાં, પ્રશિષ્ટ અર્થશાસ્ત્રીઓ સક્ષમ નાણાંકીય સિધ્ધાંતમાં માનતા કે જેમાં નાના અને અસંતુલિત અંદાજપત્રનો વિચાર પણ ધ્યાનમાં લેવામાં આવતો. (III) કેઈન્સ બાદ, એ.પી. લર્નરે કાર્યલક્ષી નાણાંનો ખ્યાલ, આધુનિક અંદાજપત્રીય નીતિને આપ્યો.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 (ASP - 2)
GST કાઉન્સીલની માન્યતા બાદ સેન્ટ્રલ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The CGST Bill), ઈન્ટીગ્રેટેડ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ બિલ 2017 (The IGST Bill), યુનિયન ટેરીટરીઝ્ ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ બિલ 2017 (The UGST Bill), ગુડ્ઝ એન્ડ સર્વિસીઝ ટેક્ષ (રાજ્યોને વળતર) બિલ 2017 (The Compensation Bill) પસાર કરવામાં આવ્યા હતા. (I) 9મી માર્ચ, 2017 ના રોજ લોકસભામાં (II) 10મી એપ્રિલ, 2017 ના રોજ રાજ્યસભામાં નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.