GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
કોર્પોરેટ ટેક્સની બાબતે નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે વહેંચવામાં આવે છે.
આપેલ પૈકી કોઈ નહીં
તે રાજ્ય સરકાર દ્વારા લાદવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ રાજ્ય સરકાર પાસે રહે છે.
તે કેન્દ્ર સરકાર દ્વારા લાદવામાં અને ઉઘરાવવામાં આવે છે અને તેની ઉપજ (proceeds) પણ કેન્દ્ર સરકાર પાસે રહે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
ભારતનું નીચેના પૈકીનું કયું રાજ્ય એ સમગ્રતઃ ઉષ્ણકટિબંધીય ક્ષેત્રમાં આવતું નથી ?

ગુજરાત
કર્ણાટક
મહારાષ્ટ્ર
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
અંદાજપત્રીય ખાધ એ પ્રાથમિક ખાધ કરતાં અલગ છે. આ બાબતમાં નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ?

આપેલ તમામ
અંદાજપત્રીય ખાધમાં નાણાંકીય ખાધ સમાવિષ્ટ થાય છે પરંતુ નાણાંકીય ખાધમાં અંદાજપત્રીય ખાધનો સમાવેશ થતો નથી.
જ્યારે બજારનું કરજ અને જવાબદારીઓ સાથે સરકારનો કુલ ખર્ચ કુલ આવક કરતાં વધી જાય ત્યારે નાણાંકીય ખાધ સર્જાય છે.
જ્યારે કુલ ખર્ચ એ કુલ આવક કરતાં વધે ત્યારે અંદાજપત્રીય ખાધ ઉદ્ભવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
નીચેના પૈકી કયા કિસ્સામાં રાજ્યપાલ એ રાષ્ટ્રપતિને ભલામણ કરી શકે ?
1. રાજ્ય મંત્રીમંડળની બરતરફી
2. વડી અદાલતના ન્યાયાધીશોને દૂર કરવા
3. રાજ્યની વિધાનસભાનું વિસર્જન
4. રાજ્યમાં સંવિધાનિક તંત્રના પતનની ઘોષણા
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2, 3 અને 4
1, 2, 3 અને 4
માત્ર 1, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1)
સામાજીક - આર્થિક અને જ્ઞાતિ વસ્તી ગણતરી (Socio - Economic and Caste Census (SECC 2011)) એ ઘણી બાબતોમાં વિશિષ્ટ હતો. નીચેના પૈકી કઈ બાબતો એ (SECC)ના વિશિષ્ટ લક્ષણો છે ?
1. તે વસ્તી ગણતરી અધિનિયમ 1948 અંતર્ગત કરવામાં આવી ન હતી.
2. તેમાં કોઈ કાગળ (પેપર)નો ઉપયોગ કરવામાં આવ્યો ન હતો.
3. માહિતી એકત્રીત કરવા તથા સંકલન કરવા માટે હાથ દ્વારા (hand-held) ઉપયોગ કરી શકાય તેવા ઉપકરણનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.

માત્ર 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP