GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? 1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે. 2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે. 3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે. 4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતની સર્વોચ્ચ અદાલતે જાહેર કર્યા મુજબ નીચેના પૈકી કયા મૂળ તત્વો (elements) ભારતના બંધારણના મૂળભૂત માળખા હેઠળ આવે છે. 1. સમવાય તંત્ર 2. સામાજિક ન્યાય 3. ન્યાય માટેનું અસરકારક પ્રયોજન 4. વ્યક્તિના સ્વાતંત્ર્ય અને ગૌરવ
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પત્રકનો કાળજીપૂર્વક અભ્યાસ કરી પ્રશ્નોના ઉત્તર આપો : તમામ વર્ષોમાં કરવેરા પર કરેલ કુલ ખર્ચ તથા બળતણ અને પરિવહન પર કરેલ કુલ ખર્ચનો ગુણોત્તર આશરે કેટલો છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
સિંધુ ખીણની સંસ્કૃતિ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? I. સિંધુ ખીણ સંસ્કૃતિના સ્થળો સિંધુ નદીની ખીણ સુધી મર્યાદિત નથી. II. સિંધુ ખીણ સંસ્કૃતિના લાક્ષણિક માટીના વાસણો લાલ છે જેના ઉપર આલેખન કાળામાં રંગવામાં આવ્યું છે.