GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતીય બંધારણમાં બંધુતાની વિભાવના બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. બંધુતાની વિભાવના એક નાગરિકત્વની પ્રથાથી પ્રોત્સાહિત કરવામાં આવી છે.
2. ભારતના બંધારણની મૂળભૂત ફરજો પણ બંધુતાની વિભાવનાને પ્રોત્સાહિત કરે છે.
3. બંધુતાની ભાવના વ્યક્તિગત ગૌરવ તથા દેશની એકતા અને અખંડિતતાની ખાતરી આપે છે.
4. દેશની એકતા અને અખંડિતતા ફક્ત પ્રાદેશિક પરિમાણો જ સૂચવે છે.

1, 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
અનુચ્છેદ 3 ના સંદર્ભમાં ભારતની સંસદની સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. સંસદ રાજ્યોના પુનર્ગઠન વિશેનું વિધેયક માત્ર રાષ્ટ્રપતિની પૂર્વસંમતિથી જ દાખલ કરી શકે.
2. વિધેયકને મંજૂરી આપતા પહેલાં રાષ્ટ્રપતિ તે વિધેયકને જે તે રાજ્યની ધારાસભાને સલાહ સુચન માટે મોકલી શકે.
3. રાષ્ટ્રપતિ એ રાજ્યની ધારાસભાની ભલામણોનો સ્વીકાર અથવા અસ્વીકાર કરી શકે.
4. સંઘ પ્રદેશોના કિસ્સામાં રાષ્ટ્રપતિ રાજ્ય સભાની વિશેષ મંજૂરી લેશે.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 4
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
કેન્દ્ર સરકાર દ્વારા ભારતીય નાગરિકત્વની ફરજીયાત સમાપ્તિ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. નાગરિકે ભારતના બંધારણ પ્રત્યે બિનવફાદારી દર્શાવી હોય.
2. યુદ્ધ દરમ્યાન નાગરિકે દુશ્મન સાથે ગેરકાયદે વ્યાપાર કે સંદેશાવ્યવહાર કર્યા હોય.
3. નાગરિકને તેની નોંધણી અથવા પ્રાકૃતિકરણ (naturalization) ના પાંચ વર્ષમાં કોઈ દેશમાં બે વર્ષ માટે કેદ કરવામાં આવ્યો હોય.
4. નાગરિક સતત બે વર્ષ માટે ભારતની બહારના સામાન્ય રહેવાસી હોય.

1, 2, 3 અને 4
માત્ર 1 અને 2
માત્ર 2, 3 અને 4
માત્ર 1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
ભારતના સંદર્ભમાં સમાનતા અપવાદો (Exception to Equality)બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
કોઈપણ વર્તમાનપત્રમાં નોંધપાત્ર સાચા અહેવાલને પ્રકાશિત કરવા બાબતે કોઈપણ વ્યક્તિ કોઈપણ અદાલતમાં દીવાની કે ફોજદારી કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.
સંસદનો કોઈપણ સદસ્ય કંઈપણ કહેવાના સંદર્ભમાં કોઈપણ અદાલતમાં કોઈપણ પ્રકારની કાર્યવાહીને પાત્ર રહેશે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
આરક્ષણમાં ઉન્નત વર્ગ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. સેનામાં કર્નલ અથવા તેની ઊંચો હોદ્દો તેમજ નૌસેના અને વાયુ સેનામાં તેને સમકક્ષ હોદ્દો ધરાવતી વ્યક્તિ OBC આરક્ષણનો લાભ મેળવી શકે નહીં.
2. રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને વડી અદાલતના ન્યાયાધીશો જેવા બંધારણીય હોદ્દો ધરાવતી વ્યક્તિઓને ઉન્નત વર્ગમાંથી મુક્તિ આપવામાં આવી છે તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.
3. વ્યક્તિઓ કે જેમની કુલ વાર્ષિક આવક 15 લાખ રૂપિયા સુધીની હોય, તેઓ OBC આરક્ષણનો લાભ મેળવી શકે છે.

1, 2 અને 3
માત્ર 1
માત્ર 2 અને 3
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP