ભાગીદારી (Partnership)
ત્રણ ભાગીદારીઓએ પોતાના ધંધાનો નફો 5 : 7 : 8 ના પ્રમાણમાં વહેંચ્યો છે. તેઓએ અનુક્રમે 14 મહિના, 8 મહિના અને 7 મહિના માટે ભાગીદારી કરી હતી. તો તેઓએ કરેલ મૂડીના રોકાણનું પ્રમાણ કેટલું હશે ?
મૂડીનું રોકાણ = નફો / સમય
ગુણોત્તર અપૂર્ણાંકમાં છે. અહીં છેદમાં 14, 8 અને 7 છે. તેનો લ.સા.અ. 56 થાય તેથી 56 વડે બધા જ અપૂર્ણાંકને ગુણતા.
5/14 × 56 = 20
7/8 × 56 = 49
8/7 × 56 = 64
ભાગીદારી (Partnership)
અનિલ, રાજુ, મહેશ ભાગીદારો અનુક્રમે 2 : 3 : 1 ના પ્રમાણમાં નફો-નુકશાન વહેંચે છે. અનિલ સક્રિય ભાગીદાર હોઈ તેને માસિક રૂપિયા 1000 વેતન પણ મળે છે. જો કોઈ વર્ષ અનિલને પગાર તથા નફાની કુલ કમાણી રૂ.42,000 થાય તો આ વર્ષની પેઢીનો કુલ નફો કેટલો થાય ?