GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ઓપ્ટિકલ ફાઈબર બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. ઓપ્ટિકલ ફાઈબર મોટા ભાગે અવાજનું વહન કરવા માટે વપરાય છે. 2. ઓપ્ટિકલ ફાઈબરમાં સંસેતોનું પ્રસારણ સંપૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના દ્વારા થાય છે. 3. ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ દૂરસંચાર અને કમ્પ્યુટર નેટવર્કીંગ માટેના માધ્યમ તરીકે થાય છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદ દ્વારા લોકપ્રતિનિધિત્વ અધિનિયમ (1951) માં મૂકવામાં આવેલી વધારાની ગેરલાયકાતો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદ સભ્ય ગેરલાયક ઠરશે જો તેઓ સરકારી સેવાઓમાંથી ભ્રષ્ટાચાર અથવા રાજ્ય તરફે કૃતઘ્નતા માટે બરતરફ કરાયા હોય. 2. જો સંસદસભ્ય સામાજીક ગુનાઓના ઉપદેશ અને આચરણ માટે સજા પામ્યા હોય. 3. જો વ્યક્તિની નિવારક અટકાયત કાયદા હેઠળ અટકાયત કરવામાં આવી હોય.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સર્વોચ્ચ અદાલતે પ્રસ્થાપીત કર્યું કે ધાર્મીક સંપ્રદાયે ત્રણ શરતો સંતોષવી પડશે. નીચેના પૈકી કઈ તે શરતો છે ? 1. તે વ્યક્તિઓનો એવો સમૂહ હોવો જોઈએ કે જે તેઓની આધ્યાત્મિક સુખાકારી માટે અનકૂળ હોય તેવી માન્યતાઓનું તંત્ર ધરાવતું હોય. 2. તે વિશિષ્ટ નામે નિયુક્ત થયેલું હોવું જોઈએ. 3. ને સર્વગત સંગઠન ધરાવતું હોવું જોઈએ.