GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ડિસેમ્બર 1922માં ગયામાં મહાસભાનું વાર્ષિક અધિવેશન મળતાં અસહકારવાદીઓ અને ધારાસભામાં પ્રવેશની તરફેણ કરનાર વચ્ચેના મતભેદ તદ્દન સ્પષ્ટ થયા.
2. આ અધિવેશનના પ્રમુખ સરદાર પટેલ હતાં.
3. ચિત્તરંજનદાસે મહાસભાની અંદર જ “ખિલાફત સ્વરાજ્ય પક્ષ’ નામે નવા પક્ષની સ્થાપનાની જાહેરાત કરી, જે પછીથી “સ્વરાજ્ય પક્ષ" ના ટૂંકા નામે ઓળખાયો.

ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 2 અને 3
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. તમામ વીજચુંબકીય તરંગોમાં રેડીયો તરંગો સૌથી લાંબી તરંગલંબાઈ ધરાવે છે.
2. રેડીયો તરંગો ફક્ત અવાજનું પ્રસારણ કરવા માટે ઉપયોગમાં લેવાય છે.
3. રેડીયો તરંગો પૃથ્વીના વાતાવરણમાં પસાર થાય છે અને એન્ટેના મારફતે વપરાશકર્તા દ્વારા ઝીલાય છે.

ફક્ત 1
ફક્ત 1 અને 3
1, 2 અને 3
ફક્ત 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ઓસ્ટ્રેલિયાના વાયવ્ય કિનારા પાસે ઉદ્ભવતા વેગીલા પવનોવાળા ચક્રવાતોને ___ કહે છે.

હરિકેન
ટોર્નેડો
ટાઈફૂન
વિલી-વિલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
જોડકાં જોડો.
1. લાલા લાજપતરાય
2. મદનમોહન માલવિયા
3. શ્રીમતી ઍની બેસન્ટ
4. લોકમાન્ય તિલક
a. “લીડર”
b. “ધી પીપલ"
c. "કેસરી"
d. “ન્યુ ઈન્ડિયા”

1 - a, 2 - d, 3 - c, 4- b
1- d, 2 - a, 3 - b, 4- c
1 - a, 2 - b, 3 - d, 4- c
1 - b, 2 - a, 3 - d, 4 - c

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
NITI આયોગના તાજેતરમાં પ્રકાશિત કરવામાં આવેલાં SDG સૂચકાંક - 2020-21 (Sustainable Development Goal Index - 2020–21) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. રાજ્યોના વર્ગમાં શ્રેષ્ઠ કામગીરી (top performer) માં કેરળ પ્રથમ ક્રમાંકે છે જ્યારે બિહાર છેલ્લા ક્રમે છે.
2. કેન્દ્રશાસિત વિસ્તારમાં દિલ્હી પ્રથમ ક્રમે છે.
૩. આ સૂચકાંકમાં ગુજરાત દ્વિતિય ઉત્તમ કામગીરી (second best performer) માટે મહારાષ્ટ્ર અને કર્ણાટક સાથે છે.
4. SDG સૂચકાંકમાં સારૂ સ્વાસ્થ્ય અને સુખાકારીમાં ગુજરાત કામગીરીમાં રાજ્યોના વર્ગમાં પ્રથમ ક્રમે છે.

1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફકત 1 અને 4
ફકત 1, 2 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP