GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો ગુજરાતના જંગલો માટે ખોટું / ખોટાં છે ? 1. કુલ ભૌગોલિક વિસ્તારના 19.67% વિસ્તારને જંગલ વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવ્યો છે. 2. ગુજરાત ભારતના 13% વાનસ્પતિક વૈવિધાનું પ્રતિનિધિત્વ કરે છે. 3. પ્રાણી જીવ વૈવિધામાં દેશના 14% મત્સ્ય અને 18% સરીસૃપનો સમાવેશ થાય છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી. 2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી. 3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં. 4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.
GPSC PI Prelim Exam Paper 03 January 2021
ક્ષ- કિરણોના ગુણધર્મો શું છે ? i. ક્ષ-કિરણોની તરંગલંબાઈ દૃશ્યમાન પ્રકાશ કરતાં ઘણી લાંબી હોય છે. ii. ક્ષ-કિરણોના ફોટોન અણુઓને આયોનાઇઝ્ડ કરવા અને મોલેક્યુલર બોન્ડીંગ (આણ્વીક બંધન) ખોરવી નાખવા પૂરતી ઊર્જાશક્તિ ધરાવે છે. iii. ક્ષ-કિરણો દ્રવ્ય સાથે બિલકુલ ક્રિયા કરતાં નથી.