GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
દ્વીપકલ્પીય નદીઓ બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ?
1. દ્વીપકલ્પીય નદીઓ પૈકી ગોદાવરી એ સૌથી લાંબી નદી છે.
2. કૃષ્ણા નદી શિવસમુદ્રમ્ તથા હોગેનકાલ જેવા જોવાલાયક જળધોધનું નિર્માણ કરે છે.
૩. મધ્યપ્રદેશમાં જબલપુર પાસે ભેડાઘાટના આરસપહાણ ખડકક્ષેત્રમાં નર્મદાની કોતર અને કપિલધારા જળધોધ એક મનોહર દશ્ય પ્રસ્તુત કરે છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
ભારતની સંસદમાં ધારાકીય કાર્યરીતિ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. બીજા વાંચનના પ્રથમ તબક્કામાં ખરડાના સિધ્ધાંતો અને જોગવાઈઓ ઉપર ચર્ચા થાય છે.
2. બીજા વાંચનના બીજા તબક્કામાં ખરડાની, રજૂ કરવામાં આવ્યો હોય તે મુજબ અથવા તો પસંદગી/સંયુક્ત સમિતિના અહેવાલ મુજબ, દરેક કલમ (clause)ની વિચારણા કરવામાં આવે છે.
3. ત્રીજા વાંચનમાં ખરડો સરકારી ગેઝેટમાં પ્રકાશિત કરવામાં આવે છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
આબુ ઉપર ___ ના શાસન દરમ્યાન વિમલમંત્રીએ 'વિમલ-વસતિ' તરીકે ઓળખાતાં આદિનાથનું આરસનું મંદિર બંધાવ્યું હતું.

સિધ્ધરાજ
કુમારપાલ
ભીમદેવ પહેલો
કર્ણદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
Q, P, R, T એ ચાર મિત્રો ચોક્કસ રીતે ઉભા છે. Q એ Pની દક્ષિણ-પશ્ચિમ તરફ છે. જ્યારે R એ Q ની પૂર્વ તરફ અને P ની દક્ષિણ-પૂર્વ તરફ છે. T એ R ની ઉત્તરે છે અને રેખા QP પર છે. તો T એ P થી કઈ દિશામાં છે ?

ઉત્તર-પૂર્વ
ઉત્તર
દક્ષિણ
ઉત્તર-પશ્ચિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP