GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. ખેડા અને આણંદ જિલ્લામાં શેઢી અને મહી નદી વચ્ચેનો પ્રદેશ ‘‘ચરોતર’’ તરીકે ઓળખાય છે. 2. આ મેદાન પેટલાદ થી નડીયાદ સુધી 20 કિ.મીની લંબાઈમાં આવેલું છે. 3. આ મેદાનની રચના મહી, શેઢી અને વાત્રક જેવી નદીઓએ નિક્ષેપ કરેલા કાંપ દ્વારા થઈ છે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને દૂર કરવાની પ્રક્રિયા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? 1. સંસદમાં દૂર કરવાનો પ્રસ્તાવ લેકસભાના 100 સભ્યો અને રાજ્યસભાના 50 સભ્યો દ્વારા સહી કરેલો હોવો જોઈએ. 2. સ્પીકરે/અધ્યક્ષે પ્રસ્તાવનો સ્વીકાર કરવો પડશે, તેનો અસ્વીકાર કરી શકશે નહીં. 3. જો સ્વીકાર થાય તો સ્પીકર અધ્યક્ષ પાંચ સભ્યોની સમિતિની નિમણૂક કરશે, 4. પાંચ સભ્યોની સમિતિ સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ, વડી અદાલતના મુખ્ય ન્યાયાધીશ, નિયંત્રક-મહાલેખા પરીક્ષક અને દરેક ગૃહના એક સભ્યની બનેલી હશે.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બંધારણીય સુધારા ખરડાઓ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. સંસદમાં બંધારણીય સુધારો ખરડો ખાનગી સભ્યો (Private members) લાવી શકતા નથી. 2. સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા બંધારણીય સુધારા ખરડાને રાષ્ટ્રપતિ પુનર્વિચાર માટે પરત મોકલી શકતા નથી. 3. બંધારણીય સુધારા ખરડાને મંજૂરી માટે ખાસ બહુમતીની જરૂર પડે છે. 4. બંધારણીય સુધારા ખરડાને પસાર કરવા માટે સંસદની સંયુક્ત બેઠક થઈ શકતી નથી.
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39
બેંકોના રાષ્ટ્રીયકરણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. વર્ષ 1969 માં 14 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 2. 1980 માં વધુ 6 બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. 3. હાલમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સહીત 12 જાહેર ક્ષેત્રની બેંકો છે. 4. તાજેતરમાં એકીકરણો (mergers) થયા બાદ બેંક ઓફ બરોડા જાહેર ક્ષેત્રની બીજી સૌથી મોટી બેંક છે.