GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ગૌતમ બુધ્ધે કરેલા મૌખિક પ્રવચનો આગળ જતાં ‘‘સૂત્ર-પિટક’’ નામના સંગ્રહમાં ગ્રન્થસ્થ કરવામાં આવ્યાં છે.
2. તીર્થંકરોએ ઉપદેશેલા જૈન ધર્મમાં વિવિધ અનેકાન્તવાદોના સ્થાને એકાન્તવાદનું પ્રતિપાદન થયેલું છે.
3. મહાવીર સ્વામીના મૌખિક પ્રવચનોને આગળ જતા સૂત્રોના સંગ્રહો તરીકે આગમ ગ્રંથોમાં ગ્રંથસ્ય કરવામાં આવ્યાં છે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
73મા બંધારણીય સુધારા અધિનિયમ હેઠળ બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
આ અધિનિયમે અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે તેમની વસ્તીના રાજ્યની કુલ વસ્તીના પ્રમાણ મુજબ પંચાયતોમાં બેઠકોના આરક્ષણ માટે જોગવાઈ કરી છે.
આ અધિનિયમે કુલ બેઠકોની 1/3 કરતા ઓછી નહીં એટલી બેઠકો (અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓની સ્ત્રીઓ માટે આરક્ષિત બેઠકોને બાદ કરતા) સ્ત્રીઓ માટે આરક્ષિત રાખવાની જોગવાઈ કરી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
લાપત્તા વ્યક્તિઓ (Missing Persons) ની ઓળખ કરવા માટે ___ દ્વારા I-Familia વૈશ્વિક ડેટાબેઝ ઊભું કરવામાં આવ્યું છે.

સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્ટેલીઝન્સ, ભારત
આપેલ પૈકી કોઈ નહીં
ઈન્ટરપોલ
સેન્ટ્રલ ઈન્ટેલીજન્સ એજન્સી, યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ?

દાદી
માતા
માસી
ફોઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
પક્ષપલટા વિરોધી કાયદા બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. તેનો બંધારણમાં સમાવેશ 1985 માં 52મા બંધારણીય સુધારણા અધિનિયમ અન્વયે કરવામાં આવ્યો હતો.
2. આ કાયદો ચૂંટણીઓ બાદ સંસદ સભ્યો / ધારાસભ્યોને પક્ષ બદલવાની મંજૂરી આપતો નથી અને સભ્યોને તેઓના પક્ષ દ્વારા આપવામાં આવેલા “વ્હીપ” (whips) નું પાલન કરવાનું કહે છે.
3. 91મા સુધારા પ્રમાણે પક્ષ પલટા વિરોધી કાયદા હેઠળ અપવાદ માટે “એકીકરણ” (merger) ની તરફેણ કરવા માટે પક્ષના સભ્યોના ઓછામાં ઓછા 2/3 સભ્યો હોવા જરૂરી છે.

ફક્ત 2 અને 3
1, 2 અને 3
ફક્ત 1 અને 2
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139
એસ.ઈ.ઝેડ. (SEZ) નીતિ બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

તાજેતરમાં SEZ નીતિ લંબાવીને 31-03-2025 કરવામાં આવી છે.
આપેલ બંને
આપેલ પૈકી કોઈ નહીં
SEZ ને મિનિમમ ઓલટરનેટીવ ટેક્ષ (MAT)ની આપેલી કરમુક્તિ પરત લઈ લેવામાં આવી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP