GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
આનુવંશિક રોગો બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. થેલેસેમિયા આનુવંશિક રોગ છે. 2. અલ્ઝાઈમર રોગ બહુઘટકીય આનુવંશિક વારસો છે. 3. રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈપણ ફેરફારને કારણે થાય છે. 4. પરિવારના માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ? 1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય 2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય 3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય. 4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
કમ્પ્યુટરમાં “કુકીઝ” (Cookies) બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. HTTP કુકીઝ વેબ ડેવલપરોને વધુ વ્યક્તિગત અને સુગમ વેબસાઈટ મુલાકાત આપવામાં મદદ કરે છે. 2. કુકીઝ અંગત માહિતીનો દટાયેલો ખજાનો પણ હોઈ શકે પરંતુ તે ગુનેગારોને તેની જાસુસી કરવા દેતું નથી. 3. તમે જ્યારે નવી વેબસાઈટની મુલાકાત લો ત્યારે તમને ઓળખી શકાય તે માટે કુકીઝ બનાવવામાં આવે છે.
GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ગુજરાત માટે “ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી" –બાબતે નીચેના પૈકી કયાં વિધાનો સાચાં છે ? 1. રાજ્ય માટે ઈન્ટીગ્રેટેડ લોજીસ્ટીક પોલીસી તૈયાર કરવા 20 વર્ષનો એક્શન પ્લાન તૈયાર કરવો. 2. રાજ્યમાં લોજીસ્ટીક પરફોર્મન્સ ઈન્ડેક્ષ નિર્ધારીત કરવો. 3. કાયદાકીય અને સંસ્થાકીય ઓથોરીટીની રચના પોલીસીની અમલવારી તેમજ બીઝનેસ પ્લાન તૈયાર કરવાના ઉદ્દેશથી કરવી.