GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો ગુજરાતના ખનીજ બાબતે સાચાં છે ?
1. ગુજરાતએ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું લિગ્નાઈટ ઉત્પાદન કરતું રાજ્ય છે.
2. દેવભૂમિ દ્વારકા અને કચ્છ જિલ્લામાં બોક્સાઇટની ખાણો મળી આવી છે.
3. ફ્લોરસ્પાર ખનીજ છોટાઉદેપુર જિલ્લામાં મળી આવે છે.

ફક્ત 1 અને 2
1,2 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા સૂચકો વિદેશી હૂંડિયામણની સ્થિરતાને નબળી દર્શાવે છે ?
i. આયાતમાં ઘટાડો
ii. વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો દ્વારા મૂડી પ્રવાહ
iii. ટૂંકી મુદતના બાકી બાહ્ય દેવામાં ઘટાડો

ફક્ત ii અને iii
ફક્ત i અને iii
ફક્ત i અને ii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
ધોરણ 7, 8 અને 9 ના કુલ છોકરાઓની સંખ્યાની સરેરાશ અને ધોરણ 6, 7 અને 8 ની કુલ છોકરીઓની સંખ્યાની સરેરાશનો તફાવત આશરે કેટલો છે ?

58.97
51.67
આપેલ પૈકી એક પણ નહીં
48.25

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
ઉચ્ચતમ ન્યાયાલયે ભારત સરકારને આફ્રિકાના દેશોમાંથી ___ પ્રાણી ભારતમાં લાવવા માટેની મંજૂરી આપી.

આપેલ પૈકી એક પણ નહીં
જીરાફ
આફ્રિકન ચિત્તા
આફ્રિકન સિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP