GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ટ્રીબ્યુનલો બાબતે નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. ટ્રીબ્યુનલોની સ્થાપના માટેની જોગવાઈ કરવા ફક્ત સંસદ જ અધિકૃત છે.
2. રાજ્ય સરકારના કર્મચારીઓની ભરતી અને તમામ સેવા લગતી બાબતોના સંબંધે રાજ્ય વહીવટી ટ્રીબ્યુનલો મૂળ ન્યાય ક્ષેત્ર (original jurisdiction) ભોગવે છે.
3. બંધારણ અનુસાર કેન્દ્ર માટે ફક્ત એક અને દરેક રાજ્ય અથવા બે કે તેથી વધુ રાજ્યો માટે એક ટ્રીબ્યુનલની સ્થાપના કરી શકાશે.

ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સ્વદેશી રીતે વિક્સાવેલા એડવાન્સડ લાઈટ ટોરપેડો (Advanced Light Torpedo) બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન (Shyena) ભારતીય નૌકાદળમાં 2012 માં જ દાખલ કરવામાં આવ્યું.
2. તાજેતરમાં પ્રથમ ઉડ્ડયન પરીક્ષણો સફળતાપૂર્વક પેટ્રોલ હવાઈજહાજ ઈલ્યુશીન (Ilyushin) IL-38 માં થી કરવામાં આવ્યાં.
3. આ એડવાન્સડ લાઈટ ટોરપેડો શ્યેન 190 કિ.મી. અવધિની ક્ષમતા ધરાવે છે.

ફક્ત 2
ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
પોતાની સર્વતોમુખી પ્રતિભાને કારણે ___ ‘કલિકાલસર્વજ્ઞ’નું બિરૂદ પામેલાં.

હેમચંદ્રાચાર્ય
રામાનુજ
કાલિદાસ
આર્યભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતીય સંસદની વિભાગીય સ્થાયી સમિતિઓ બાબતે નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
1. દરેક સ્થાયી સમિતિ 31 સભ્યોની બનેલી હોય છે, 21 લોકસભામાંથી અને 10 રાજ્યસભામાંથી
2. મંત્રીઓ પૈકી ફક્ત કેબીનેટમંત્રીઓ જ સ્થાયી સમિતિના સભ્યો બનવા યોગ્યતા ધરાવે છે.
3. 24 સમિતિઓમાંથી, 14 લોકસભામાંથી છે અને 10 રાજ્યસભામાંથી છે.

ફક્ત 1 અને 2
1, 2 અને 3
ફક્ત 1 અને 3
ફક્ત 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંરક્ષણ, વ્યાજની ચૂકવણી, કાયદો અને વ્યવસ્થાની જાળવણી અને જાહેર વહીવટ લગત ખર્ચને ___ ખર્ચ તરીકે ગણવામાં આવે છે.

બિન-ઉત્પાદક
વિકાસ લગત
પ્રગતિશીલ
ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP