GPSC PI Prelim Exam Paper 03 January 2021
ભારતમાં મૂળભૂત હકો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. અનુચ્છેદ 33એ લશ્કરી કાયદાને ઉચ્ચતમ ન્યાયાલય અને વડી અદાલતના રીટ અધિકાર ક્ષેત્રમાં સમાવિષ્ટ કરતા નથી.
2. લશ્કરી કાયદાનો ખ્યાલ એ બંધારણમાં ક્યાંય વ્યાખ્યાયિત કરેલ નથી.
3. લશ્કરી કાયદો લાદવાથી મૂળભૂત હકો પર કોઈ અસર થઈ શકે નહીં.
4. લશ્કરી કાયદો એ દેશના કોઇ ચોક્કસ ભાગમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં લાવવામાં આવે છે.

માત્ર 1 અને 2
માત્ર 2,3 અને 4
માત્ર 3 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
સંસદમાં વિધેયકો બાબતે નીચેના પૈકી કઈ જોડી / જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?

આપેલ બંને
બિન સરકારી વિધેયક (Private Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 1 મહિનાની નોટિસ જરૂરી છે.
સાર્વજનિક વિધેયક(Public Bill) : તેને ગૃહમાં દાખલ કરવા માટે 14 દિવસની નોટિસ જરૂરી છે.
આપેલ પૈકી કોઈ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા ન્યુક્લિયર ફીઝન રિએક્શન (અણુ વિચ્છેદન પ્રતિક્રિયા)ના ગેરલાભો છે ?
i. વિપુલ માત્રામાં કિરણોત્સર્ગી કચરો
ii. અશ્મિજન્ય ઇંધણ કરતાં વધુ પ્રદૂષણ
iii. પર્યાવરણને નુકસાન થવાની શક્યતાઓ

ફક્ત ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii
i,ii અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નિર્દેશ : નીચે આપેલી વિગતોનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર શોધો.
એક શાળામાં કુલ 1200 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. શાળામાં ધોરણ 6 થી 10 ના 5 વર્ગો છે. શાળામાં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 7:5 છે. ધોરણ 8 માં 2/3 વિદ્યાર્થીઓ છોકરાઓ છે. શાળાના કુલ વિદ્યાર્થીઓ પૈકી 20% વિદ્યાર્થીઓ ધોરણ 7માં છે. ધોરણ 6 માં છોકરીઓની સંખ્યા 80 છે. ધોરણ 8 માં કુલ વિદ્યાર્થીઓ 360 છે. ધોરણ 9 માં છોકરાઓની સંખ્યા તેમાં છોકરીઓની સંખ્યા કરતા 125% જેટલી છે, જ્યારે ધોરણ 9 માં છોકરીઓની સંખ્યા શાળામાં કુલ છોકરીઓની સંખ્યા કરતા 20% જેટલી છે. ધોરણ 10 માં 75 છોકરીઓ છે. ધોરણ 7માં છોકરાઓ અને છોકરીઓની સંખ્યાનો ગુણોત્તર 23 : 25 છે.
જો ધોરણ 10માં વિદ્યાર્થીઓની સંખ્યા 100 હોય તો, ધોરણ 8 ની છોકરીઓ અને ધોરણ 6 ની છોકરીઓની સંખ્યાના તફાવત કરતા, ધોરણ 10 ના છોકરાઓ અને ધોરણ 9 ના છોકરાઓની સંખ્યાનો તફાવત કેટલો ઓછો છે ?

45
આપેલ પૈકી એક પણ નહીં
25
40

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયા વિધાનો એ સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો બાબતે પૂંચી આયોગની ભલામણો છે ?
1. પંચાયતી રાજ સંસ્થાઓમાં અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને મહિલાઓ માટે અનામત બેઠકોનો ક્રમાનુવર્તી ફેરફાર કરવા બાબતનો વિચાર.
2. સમવર્તી સૂચિના કાયદાઓની બાબતમાં સંઘએ રાજ્યોના સલાહ-સૂચન લેવા આવશ્યક છે.
3. રાજ્યપાલની મુદ્દત એ પાંચ વર્ષ માટેની સુનિશ્ચિત કરેલી છે અને તેઓને પદભ્રષ્ટ કરવાની સત્તા એ કેન્દ્રમાં રહેલી સરકારની ઇચ્છાશક્તિ અનુસાર હોવી ન જોઈએ.
4. આ આયોગ દ્વારા 'સ્થાનિક કટોકટી' નો ખ્યાલ દાખલ કરવામાં આવ્યો.

1,2,3 અને 4
માત્ર 3 અને 4
માત્ર 2,3 અને 4
માત્ર 1 અને 2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP