GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભારતની સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશ બનવા માટેની યોગ્યતા બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. વ્યક્તિ ઓછામાં ઓછા પાંચ વર્ષ માટે વડી અદાલતનો અથવા બે કે તેથી વધારે એવી અદાલતોનો એક પછી એક (in succession) ન્યાયાધીશ હોવો જોઈએ.
2. વડી અદાલતના વકીલ અથવા બે કે તેથી વધારે એવી અદાલતોના એક પછી એક (in succession) વકીલ તરીકે ઓછામાં ઓછું 10 વર્ષ
3. વડી અદાલતના ન્યાયાધીશને સર્વોચ્ચ અદાલતના એડહોક ન્યાયાધીશ તરીકે બેસવાની અને તે અદાલતના ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટે નિયુક્ત કરવાની જોગવાઈઓ છે.
4. સર્વોચ્ચ અદાલત અથવા વડી અદાલતોના નિવૃત્ત ન્યાયાધીશોને તે અદાલતોમાં બેસવાની અને ન્યાયાધીશ તરીકે કાર્ય કરવા માટેની જોગવાઈઓ છે.

ફક્ત 1 અને 2
1, 2, 3 અને 4
ફક્ત 1, 2 અને 3
ફક્ત 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
ભોપાલ ગેસ દુર્ઘટના બાદ ધોરણોનું પાલન કરાવવા માટે કડક કાયદાઓ ઘડી અને તે દ્વારા ભારતમાં આવા ઔદ્યોગિક જોખમો ટાળવા માટે કયો અધિનિયમ અમલમાં આવ્યો ?

પર્યાવરણ નિયમો, 1989
રાષ્ટ્રીય પર્યાવરણ ટ્રીબ્યુનલ અધિનિયમ, 1989
પર્યાવરણ સંરક્ષણ અધિનિયમ, 1986
રાષ્ટ્રીય પર્યાવરણ એપેલેટ ઓથોરીટી અધિનિયમ, 1997

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે ?
1. વિધેયક કે જે લોકસભા દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાજ્યસભામાં અનિર્ણિત હોય – રદ થાય
2. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિની સમંતિ માટે બાકી હોય – રદ થાય
3. વિધેયક બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હોય પરંતુ રાષ્ટ્રપતિ દ્વારા પુનર્વિચાર માટે પરત કરવામાં આવ્યું હોય – રદ થાય.
4. વિધેયક રાજ્યસભામાં અનિર્ણિત હોય પરંતુ લોકસભા દ્વારા પસાર કરવામાં ના આવ્યું હોય – રદ ન થાય

ફક્ત 1, 2 અને 3
ફક્ત 2, 3 અને 4
ફક્ત 1 અને 4
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
સંસદમાં અંદાજપત્રના પસાર થવાના છ તબક્કાઓનો નીચેના પૈકી કયો ક્રમ સાચો છે ?

આપેલ પૈકી કોઈ નહીં
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > નાણા વિધેયકનું પસાર થવું > વિનિયોગ વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > સામાન્ય ચર્ચા > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.
અંદાજપત્રની રજૂઆત > વિભાગીય સમિતિઓ દ્વારા ચકાસણી > સામાન્ય ચર્ચા > અનુદાનની માંગણી ઉપર મતદાન > વિનિયોગ વિધેયકનું પસાર થવું > નાણાં વિધેયકનું પસાર થવું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021)
જોડકાં જોડો.
1. કવિ કાલીદાસ
2. શુદ્રક
૩. વિશાખાદત્ત
4. ભારવિ
a. માલવિકાગગ્નિ મિત્રમ્
b. મૃચ્છકટિક
c. મુદ્રારાક્ષસ
d. કિરાતાર્જુનીયમ્

1 - a, 2 - b, 3 - c, 4 - d
1 - d, 2 - c, 3 - a, 4 - b
1 - a, 2 - b, 3 - d, 4 - c
1 - d, 2 - c, 3 - b, 4 - a

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP