GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન / વિધાનો આંતરરાષ્ટ્રીય સીમા બાબતે સાચું / સાચાં છે ?
1. સંયુક્ત જમ્મુ અને કાશ્મીર રાજ્યને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા પાકિસ્તાન, POK તથા ચીન સાથે છે.
2. અરુણાચલ પ્રદેશને સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ભૂટાન, ચીન અને મ્યાંમાર સાથે છે.
3. પશ્ચિમ બંગાળને ત્રીજા નંબરની સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા બાંગ્લાદેશ અને મ્યાંમાર સાથે છે.
4. રાજસ્થાન પછી ગુજરાત એ પાંચમી સૌથી લાંબી આંતરરાષ્ટ્રીય સીમા ધરાવે છે.

ફક્ત 1,2 અને 3
ફક્ત 1,2 અને 4
ફક્ત 1
ફક્ત 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કઈ વ્યક્તિ નોંધણી દ્વારા ભારતના નાગરિક તરીકે નોંધી શકાય ?
1. ભારતીય મૂળની એવી વ્યક્તિ કે જે નોંધણીની અરજી કર્યા પહેલાંના સાત વર્ષ સુધી ભારતમાં સામાન્ય નિવાસી તરીકે રહેતી આવી હોય.
2. ભારતના નાગરિક હોય તેવી વ્યક્તિઓના સગીર બાળકો.
3. પુખ્ત વયની અને યોગ્યતા ધરાવતી વ્યક્તિ કે જે ઓછામાં ઓછી દસ વર્ષથી ભારતના વિદેશી નાગરિક કાર્ડ ધારક તરીકે નોંધાયેલ હોય.
4. ભારતીય મૂળની વ્યક્તિ કે જે અવિભાજિત ભારતની બહારના કોઈ દેશ કે સ્થળના સામાન્ય નિવાસી હોય.

માત્ર 1 અને 3
માત્ર 1,2 અને 3
માત્ર 1,2 અને 4
1,2,3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયું / કયા વિધાન /વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ બંને
આપેલ પૈકી કોઇ નહી
જ્યારે GDP ચાલુ ભાવે અંદાજવામાં આવે છે ત્યારે તે નોમિનલ GDP દર્શાવે છે.
વાસ્તવિક (રીઅલ) GDP નો અંદાજ સ્થિર ભાવે કરવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC PI Prelim Exam Paper 03 January 2021
નીચેના પૈકી કયો બનાવ સૌથી પહેલો બન્યો હતો ?

કાકોરી બનાવ
રૉલેટ સત્યાગ્રહ
ચૌરી-ચૌરા બનાવ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP