GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે. આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રમેશે તેની કંપનીના પાંચ ઉપ પ્રમુખોના માસિક પગારનું વિશ્લેષણ કર્યું. બધા પગારના આંકડા પૂર્ણાંક લાખમાં છે. પગારના આંકડાનો મધ્યક અને મધ્યસ્થ રૂ. 5 લાખ છે તથા તેનો એકમાત્ર બહુલક રૂ. 8 લાખ છે. આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ મહત્તમ અને લઘુતમ પગાર (રૂ. લાખમાં) નો સરવાળો દર્શાવે છે ?
GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણ રાજ્ય પુનર્ગઠન આયોગ, 1953 ના સભ્યો હતાં ? I. સરદાર પટેલ II. પંડીત હૃદયનાથ કુન્ઝરૂ III. વી. પી. મેનન IV. કે. એમ. પાનીકર