GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
___ માં આવેલા ઢેઢરવાડાના મંદિરમાં કાષ્ઠમંડપ અને ઘુમ્મટ, કુંભારીયા વાડાના કાષ્ઠમંડપનો ઘુમ્મટ તથા કપૂર મેહતાના વાડાના મંદિરનો કાષ્ઠમંડપ સર્વ પ્રકારના નેજવાં માટે જાણીતો છે.

વડોદરા
અમદાવાદ
પાટણ
વડનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
1. ઉપરાષ્ટ્રપતિને પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત માત્ર રાજ્યસભામાં જ દાખલ કરી શકાય છે.
2. પદભ્રષ્ટ કરવાની પ્રક્રિયા માટે રાજ્યસભામાં અસરકારક બહુમતીથી પદભ્રષ્ટની દરખાસ્ત પસાર થવી આવશ્યક છે.
3. ત્યારબાદ પદભ્રષ્ટ કરવાની દરખાસ્ત લોકસભામાં પણ સાદી બહુમતી દ્વારા પસાર થવી જરૂરી છે.
4. ઓછામાં ઓછી ત્રીસ દિવસની આગોતરી નોટીસ અપાયા વગર આવી કોઈ દરખાસ્ત પસાર થઈ શકે નહિ.

ફક્ત 1, 2 અને 3
ફક્ત 1, 3 અને 4
ફક્ત 1 અને 3
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
જ્યારે આર્થિક સુધારા દાખલ કરવામાં આવ્યા ત્યારે નીચેના પૈકી કઈ ગતિવિધિ 1991 દરમ્યાન ધ્યાને આવેલ ન હતી ?

ફુગાવાએ બે અંકોને પાર કર્યો હતો.
જાહેર દેવું ભારતના કુલ રાષ્ટ્રીય ઉત્પાદન (GNP)ના લગભગ 60 ટકા હતું.
વિદેશી અનામત ખૂબ જ ઉચ્ચ સ્તરે જાળવવામાં આવ્યા હતા.
નિયંત્રણ અને લાઈસન્સનો પ્રભાવ હતો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી છે ?
1. પૃથ્વી-1 - ટૂંકી પહોંચ મર્યાદાની (short range) બેલેસ્ટીક મીસાઈલ.
2. K-5 - સ્ફોટક અગ્રનું (warheads) વહન કરી શકતા નથી.
3. નાગ -"ફાયર અને ફર્ગેટ" માર્ગદર્શિત (guided) મીસાઈલ.

ફક્ત 1 અને 3
ફક્ત 2 અને 3
ફક્ત 1 અને 2
1, 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
"માનવ જાત માટે એક ધર્મ, એક જાત અને એક ઈશ્વર" - સૂત્ર કોણે આપ્યું હતું ?

જ્યોતિબા ફૂલે
બી. આર. આંબેડકર
શ્રી નારાયણ ગુરૂ
ઈ. વી. રામાસ્વામી નાયકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
ભારતના બંધારણના અનુચ્છેદ 3 બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

રાજ્યનું નામ, વિસ્તાર કે સીમા બદલવા માટે અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક માત્ર રાજ્યસભામાં જ રજૂ કરી શકાય છે.
અનુચ્છેદ 3 હેઠળનું વિધેયક સંસદમાં માત્ર રાષ્ટ્રપતિની ભલામણથી જ રજૂ કરી શકાય છે.
આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP