GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
પ્રધાનમંત્રી જીવનજ્યોતિ વીમા યોજના (PMJJBY) બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ? i. PMJJBY 18 થી 50 વર્ષ સુધીના વયજૂથવાળાં લોકો કે જેઓ બેન્ક ખાતું ધરાવે છે અને આ યોજનામાં જોડાવવા તેમજ 'ઓટો ડેબિટ (auto debit)' શરૂ કરવા માટેની સહમતી આપી હોય, તેઓ માટે ઉપલબ્ધ છે. ii. લાઈફ કવર રૂ. બે લાખનું રહેશે કે જે પહેલી જૂનથી 31મી મે સુધીનું રહેશે અને તેને ફરીથી તાજું/નવીનીકરણ કરાવી શકાશે. iii. ફક્ત અકસ્માત મૃત્યુના કિસ્સામાં આ યોજના હેઠળ જોખમનું કવરેજ રૂ. બે લાખનું છે.
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021)
રૂધિર જૂથો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? 1. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'AB' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' અથવા 'AB' હોઈ શકે. 2. જો માતા-પિતામાંથી એકનું રૂધિર જૂથ 'AB' હોય અને અન્યનું 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'A' અથવા 'B' હોઈ શકે. 3. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'O' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' હોઈ શકે. 4. જો માતા-પિતા બંનેનું રૂધિર જૂથ 'A' હોય તો બાળકનું શક્ય રૂધિર જૂથ 'O' કે 'A' હોઈ શકે.