GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ?

જુમ અને દાંઝણા
પણ પાવરટા
કુમરી
રાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
રાજ્યપાલની ધારાકીય સત્તાઓ બાબતે નીચેના પૈકી ક્યાં વિધાનો સાચાં છે ?
1. જ્યારે વિધેયક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની વિરુદ્ધમાં હોય ત્યારે રાજ્યપાલ એ વિધેયક રાષ્ટ્રપતિની વિચારણા માટે અનામત રાખી શકે.
2. રાજ્યપાલ રાજ્ય ધારાસભાના બંને ગૃહોની (જ્યાં દ્વિગૃહી ધારાસભા હોય તેવા કિસ્સામાં) સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
3. તેઓ રાજ્યની વિધાનસભામાં એક એંગ્લો ઈન્ડિયનને નામાંકિત કરી શકે છે.

1, 2 અને 3
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. 14મી સદીમાં કાલકાચાર્ય જૈન લઘુચિત્ર ચિત્રકલા માટે પ્રખ્યાત મુનિ હતાં.
II. તંજાવુર એકવિધ 'વિમાન' અને 'રથ' સ્થાપત્ય માટે વિખ્યાત છે.
III. ભીમબેટકા તેની ખડક ચિત્રકલા માટે જાણીતું છે.

ફક્ત I અને III
ફક્ત II અને III
I, II અને III
ફક્ત I અને II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
જુદા જુદા રંગોના સાત બોક્સ - લાલ, નારંગી, પીળો, લીલો, કાળો, વાદળી અને નીલો - એક ઉપર એક મૂકવામાં આવ્યા છે, જે તે જ ક્રમમાં મૂકેલ હોય તે જરૂરી નથી. પ્રત્યેક બોક્સ ને 101, 121, 151, 191, 231, 221 અને 225 એમ અલગ અલગ નંબર આપેલા છે, જે તે જ ક્રમમાં હોય તે જરૂરી નથી. નીલા રંગના બોક્સ અને 221 નંબરના બોક્સની વચ્ચે માત્ર 03 બોક્સ મૂકેલા છે. નીલા રંગના બોક્સ અને નારંગી રંગના બોક્સ વચ્ચે બે બોક્સ મૂકેલા છે. નારંગી રંગનું બોક્સ 221 નંબરના બોક્સની નીચે ક્યાંક મૂકેલું છે. નારંગી રંગના બોક્સ અને 121 નંબરના બોક્સની વચ્ચે માત્ર 01 બોક્સ મૂકેલા છે. કાળા રંગનું બોક્સ 225 નંબરના બોક્સની તરત નીચે અને 221 નંબરના બોક્સની તરત ઉપર મૂકેલું છે. કાળા રંગના બોક્સ અને બોક્સ નંબર 101 વચ્ચે માત્ર એક બોક્સ છે. કાળા રંગના બોક્સને આપેલ નંબર 191 કે 231 નથી. 151 નંબરના બોક્સ અને વાદળી રંગના બોક્સ વચ્ચે માત્ર બે બોક્સ છે. વાદળી રંગના બોક્સ અને તેની તરત નીચે મૂકેલા બોક્સને આપેલ નંબર વચ્ચેનો તફાવત 80 કરતા ઓછો છે. પીળા રંગનું બોક્સ સૌથી ઉપર નથી. પીળા રંગના બોક્સનો નંબર 121 નથી. પીળા રંગના બોક્સ અને લાલ રંગના બોક્સ વચ્ચે માત્ર 02 બોક્સ મૂકેલા છે.
આપેલી બોક્સની ગોઠવણીમાં લીલા રંગના બોક્સની સ્થિતિ કઈ છે ?

ઉપરથી ચોથું
નીચેથી બીજું
ઉપરથી પ્રથમ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોણે એક જ પ્રાંતમાં એક સાથે બે ગવર્નર નિયુક્ત કરવાની પ્રથા શરૂ કરી હતી ?

ગુપ્ત
કુશાણ
મૌર્ય
સાતવાહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP